• વર્લ્ડકપની પ્રથમ મેચમાં ભારતની શર્મનાક હાર થઈ હતી
  • ઈંગ્લેન્ડે ભારતને 202 રને માત આપી હતી
  • ભારતના બેટ્સમેનોએ કર્યું હતું નિરાશાજનક પ્રદર્શન

ICC વનડે વર્લ્ડકપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. ફેન્સ આ મેગા ટૂર્નામેન્ટની રાહ જોઈ રહ્યા છે. ગત વર્લ્ડકપ સિઝનમાં ભારતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આમ છતાં ભારતીય ટીમ ખિતાબ જીતી શકી નહતી. બંને વર્લ્ડકપમાં ભારત ખિતાબ મેળવવાના એક પગલાં પહેલાં હાર્યું હતું અને ટૂર્નામેન્ટથી બહાર થયું હતું. રમતમાં હાર-જીત તો થતી રહે છે, પરંતુ ભારતની વર્લ્ડકપમાં સૌથી મોટી હાર ક્યારે થઈ હતી, તે તમે જાણો છો?

વર્લ્ડકપ 1975ની પ્રથમ મેચ

વનડે વર્લ્ડકપની શરૂઆત વર્ષ 1975માં થઈ હતી. પ્રથમ વર્લ્ડકપમાં ભારતને સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વર્લ્ડકપની પ્રથમ મેચ હતી. જે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમવામાં આવી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને માત્ર 4 વિકેટ ગુમાવીને 334 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈંગ્લેન્ડ માટે ડેનિસ એમિસે 147 બોલમાં 137 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત કીથ ફ્લેચરે પણ 68 રન બનાવ્યા હતા. ભારત માટે આ ટાર્ગેટ સરળ નહતો. તે સમયે 334 રનના ટાર્ગેટને વિશાળ ટાર્ગેટ માનવામાં આવતો હતો.

ભારતને 202 રને મળી હતી હાર

ભારતીય ટીમ 335 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરી હતી. ભારત માટે સુનીલ ગાવસ્કરે 36 અને ગુંડપ્પા વિશ્વનાથે 37 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત કોઈ બેટ્સમેન સારો સ્કોર કરવામાં સફળ થયા નહતા. જેથી ભારત પ્રથમ વર્લ્ડકપની પ્રથમ મેચમાં 202 રને હાર્યું હતું. જે બાદ ભારત ક્યારેય પણ વર્લ્ડકપમાં 200થી વધુ રને હાર્યું નહતું.

  • Follow us on: