- ઈંગ્લેન્ડ ફુટબોલ ટીમ પ્રથમ વખત ફાઈનલમાં પહોંચી
- ઓસ્ટ્રેલિયન ટીમને 3-1થી હરાવી
- ફાઈનલમાં સ્પેન સાથે થશે ટક્કર
ઈંગ્લેન્ડ મહિલા ફુટબોલ ટીમે સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 3-1થી હરાવ્યું છે. આ સાથે જ પ્રથમ વખત ઈંગ્લેન્ડની ટીમ મહિલા વર્લ્ડકપ ફુટબોલના ફાઈનલમાં પહોંચ્યું છે. ફાઈનલમાં ઈંગ્લેન્ડની ટક્કર સ્પેન સાથે થશે. મેજબાન ઓસ્ટ્રેલિયા ટીમે સહ મેજબાન ટીમ ઈંગ્લેન્ડ સામે માત્ર 1 ગોલ કર્યો હતો. જેથી ઓસ્ટ્રેલિયાને 3-1થી હારનો સામનો કરવો પડ્યો છે.
પ્રથમ હાફમાં ઈંગ્લેન્ડનો દબદબો રહ્યો
સેમીફાઈનલ મેચના પ્રથમ હાફમાં ઈંગ્લેન્ડનો દબદબો રહ્યો હતો. ઈંગ્લેન્ડની ઈલા ટૂને 36મી મિનિટે ગોલ કરીને ઈંગ્લેન્ડને 1-0થી લીડ અપાવી હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ખેલાડી કેરે 63મી મિનિટે ગોલ કર્યો હતો. જેથી સ્ટેડિયમમાં હાજર 75 હજારથી વધુ દર્શકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, ઓસ્ટ્રેલિયાના ખેલાડી અને પ્રશંસકોની ખુશી વધુ સમય માટે રહી નહતી.
લોરેન હેંપે 71મી મિનિટે ગોલ કરીને લીડ અપાવી
ઈંગ્લેન્ડની ખેલાડી લોરેન હેંપે 71મી મિનિટે ગોલ કરીને ઈંગ્લેન્ડન ફરી લીડ અપાવી હતી, જ્યારે અલેસિયા રુસોએ નિયમિત સમયની રમત પૂર્ણ થવાના 4 મિનિટ પહેલાં ગોલ કરીને જીત સુનિશ્ચિત કરી હતી. જેના કારણે ઈંગ્લેન્ડ અને સ્પેન પ્રથમ વખત મહિલા વર્લ્ડકપના ફાઈનલમાં પહોંચ્યા છે. આ બંને ટીમ વચ્ચે રવિવારે ફાઈનલ મેચ રમવામાં આવશે, જ્યારે ઓસ્ટ્રેલિયા શનિવારે ત્રીજા સ્થાનના પ્લેઓફ મેચમાં સ્વીડન સાથે મેચ રમશે.