• હૈરી કેને જર્મન ફુટબોલ ક્લબ બાયર્ન મ્યૂનિખ સાથે કરાર કર્યો
  • ટોટેનહમ હોટ્સપર સાથેનો 19 વર્ષનો સાથ છોડ્યો
  • ટોટેનહમ માટે હૈરી કેને 2009માં રમવું શરૂ કર્યું હતું

ઈંગ્લેન્ડના કેપ્ટન હૈરી કેને જર્મન ફુટબોલ ક્લબ બાયર્ન મ્યૂનિખ સાથે કરાર કર્યો છે. તેમણે ઈંગ્લિશ ક્લબ ટોટેનહમ હોટ્સપર સાથેનો 19 વર્ષનો સાથ છોડ્યો છે. ટોટેનહમ માટે હૈરી કેને 2009માં રમવું શરૂ કર્યું હતું અને આ સિઝન સુધી તે ટોટેનહમ માટે રમ્યા હતા. આ ક્લબ માટે તેમણે 430 મેચમાં 280 ગોલ કર્યા છે.


હૈરી બાયર્ન મ્યુનિખ માટે રમતા જોવા મળશે

હવે હૈરી બાયર્ન મ્યુનિખ માટે રમતા જોવા મળશે. તેમણે જર્મન ક્લબ સાથે 4 વર્ષનો કરાર કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હૈરીને સાઈન કરવા માટે બાયર્ન મ્યુનિખે ટોટનહમને 86.4 મિલિયન યૂરો એટલે 785 કરોડ રૂપિયા આપ્યા છે. આ ઉપરાંત બાયર્નની ટીમે ટોટેનહમને 20 મિલિયન યૂરો એટલે 181 કરોડ વધુ આપશે.

બાયર્નમાં આટલા રૂપિયા કમાશે હૈરી કેન

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હૈરીની બાયર્ન માટે રમવાની ફી એટલે સેલેરી પ્રતિ વર્ષ 25 મિલિયન યૂરો એટલે 227 કરોડ રૂપિયા હશે. જેથી જો તે બાયર્ન માટે 4 વર્ષ રમશે, તો 909 કરોડ રૂપિયાની કમાણી કરશે. એટલે કે, હૈરી બાયર્ન પ્રતિ અઠવાડિયે 436 લાખ રૂપિયાની કમાણી કરશે. આ આ સિઝનની સૌથી મોટા ટ્રાંસફરમાંથી એક છે.


2004માં ટોટેનહમ સાથે જોડાયા હતા હૈરી

30 વર્ષીય હૈરી કેન વર્ષ 2004માં ટોટેનહમ સાથે જોડાયા હતા, પરંતુ સીનિયર ટીમ માટે તેમણે 2009થી રમવું શરૂ કર્યું હતું. એક વીડિયો મેસેજમાં હૈરીએ કહ્યું કે, આને આપણે ગૂડબાઈ કહી શકીએ નહીં. કારણ કે, આપણે કહી શકીએ નહીં કે, ભવિષ્ય કોને ક્યાં લઈને જશે. ટોટેનહમના ફેન્સ અને લોકોનો આભાર. હું તમને જલ્દી મળીશ.

હૈરી ટોટેનહમને ચેમ્પિયન ન બનાવી શક્યો

હૈરી ટોટેનહમ હોટ્સપરના કેપ્ટન હોવા સાથે મહત્વના સ્ટ્રાઈકર પણ હતા. જો કે, તે ક્યારેય પણ આ ટીમને પ્રીમિયર લીગ કે ચેમ્પિયન લીગનો ખિતાબ જીતાડી શક્યા નથી. ટોટેનહમમાં રહેવા દરમિયાન તે બીજી અનેક ટીમ માટે લોન ડીલ પર રમી ચૂક્યો છે. જેમાં લેટન ઓરિએન્ટ(2011), મિલવોલ એફસી(2012), નોર્વિચ સિટી(2012-13), લીસ્ટર સિટી(2013) સામેલ છે. મિલવોલ માટે હૈરી કેને 27 મેચમાં 9 ગોલ, લેટન ઓરિએન્ટ માટે 18 મેચમાં 5 ગોલ અને લીસ્ટર સિટી માટે 15 મેચમાં 2 ગોલ કર્યા છે, જ્યારે નોર્વિચ સિટી 5 મેચમાં એક પણ ગોલ કર્યો નથી.

  • Follow us on: