• કિલિયન એમ્બાપ્પેએ તોડ્યો વર્લ્ડરેકોર્ડ
  • 2 હજાર 700 કરોડની મળી ઓફર
  • ફુટબોલ ક્લબ અલ-હિલાલે આપી ઓફર

ફ્રાંસના સ્ટાર ફુટબોલ ખેલાડી કિલિયન એમ્બાપ્પે સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. સાઉદી અરબના ફુટબોલ ક્લબ અલ-હિલાલે તેમણે 2 હજાર 700 કરોડ રૂપિયાની ઓફર કરી છે. અલ-હિલાલે એમ્બાપ્પેને પોતાની ટીમમાં સામેલ કરવા PSG ફુટબોલ ક્લબને 300 મિલિયન યૂરોની ઓફર કરી છે. આ ઓફર બાદ ફ્રાંસના ક્લસ PSGએ તેમને એમ્બાપ્પે સાથે આ ઓફરને લઈ વાતચીત કરવા પરવાનગી આપી છે.

એમ્બાપ્પે અને PSG વચ્ચે ચાલે છે વિવાદ

કિલિયન એમ્બાપ્પે અને ક્લબ પેરિસ સેન્ટ-જર્મેન વચ્ચે ગત ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે વર્ષે 2024 બાદ એમ્બાપ્પેએ ક્લબ સાથે પોતાના કરારને આગળ ન વધારવાનો નિર્ણય લીધો છે. જેમાં તે ફ્રી એજન્ટ તરીકે ક્લબને છોડવા માંગે છે.

ગત વર્ષે 1 હજાર 600 કરોડની મળી હતી ઓફર

સાઉદી ક્લબ અલ-હિલાલે કિલિયન એમ્બાપ્પે માટે 2 હજાર 700 કરોડ રૂપિયાની ઓફરની વાતચીત કરવા માગે છે જો એમ્બાપ્પે આ ઓફરનો સ્વીકાર કરશે, તો આ ટ્રાંસફર સંભવ બનશે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગત વર્ષે સ્પેનના ફુટબોલ ક્લબ રિયલ મેડ્રિડે પણ એમ્બાપ્પેને ઓફર કરી હતી. આ દરમિયાન ક્લબે તેમને 1 હજાર 600 કરોડ રૂપિયાની ઓફર કરી હતી.

એમ્બાપ્પે 2018થી PSG સાથે

કિલિયન એમ્બાપ્પે વર્ષ 2018થી PSG ક્લબનો ભાગ છે. PSG ક્લબે વર્ષ 2018માં તેમને 1 હજાર 400 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. વર્ષ 2022માં ફિફા વર્લ્ડકપ દરમિયાન કિલિયન એમ્બાપ્પેએ ફ્રાંસની ટીમ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જો કે, તે ફાઈનલ મેચમાં જર્મની વિરુદ્ધ પોતાની ટીમને જીત અપાવવમાં સફળ નહતા થયા.

  • Follow us on: