• વર્લ્ડકપ પહેલાં ભારતની ચિંતામાં વધારો
  • રવિન્દ્ર જાડેજા નથી બનાવી શકતો રન
  • આ વર્ષે જાડેજાએ નથી ફટકારી એક પણ ફિફ્ટી

ભારત માટે વનડે વર્લ્ડકપ પહેલાં એશિયા કપ 2023 અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં મળેલી જીત ટીમના આત્મવિશ્વાસમાં વધારા માટે મહત્વની માનવામાં આવી રહી છે. જો કે, ટીમ ઈન્ડિયા માટે આ મેગા ઈવેન્ટ પહેલાં જે ચિંતાનો વિષય છે, તે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું બેટિંગ ફોર્મ છે. વર્ષ 2023માં જાડેજાના બેટથી હજુ એક પણ ફિફ્ટી જોવા મળી નથી.

જાડેજાનું ફોર્મ ટીમ માટે મહત્વનું

વનડે વર્લ્ડકપ 2023માં ભારત ઉપરાંત અન્ય ટીમને જોવામાં આવે તો તેનો બેટિંગ ક્રમ મજબૂત માનવામાં આવે છે. જેથી રવિન્દ્ર જાડેજાનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે મહત્વનું છે. નીચલા ક્રમમાં ઝડપી રન બનાવવા સાથે ટીમને જીત અપાવવાની જવાબદારી પણ જાડેજાએ નિભાવવી પડી શકે છે.

જાડેજાએ 12 ઈનિંગમાં બનાવ્યા 189 રન

રવિન્દ્ર જાડેજાએ વર્ષ 2023માં અત્યાર સુધી વનડે ફોર્મેટની 12 ઈનિંગમાં 27ની એવરેજથી 189 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 64.28નો જોવા મળ્યો હતો. સાથે સૌથી વધુ રન અણનમ 45 હતા. જે આ વર્ષના શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ થયેલી વનડે સીરિઝ દરમિયાન હતા.

જાડેજા પણ બેટિંગથી નથી ખુશ

એશિયા કપ 2023માં રવિન્દ્ર જાડેજાએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે પોતાની બેટિંગને લઈ વાતચીત કરી હતી. આ દરમિયાન જાડેજાએ કહ્યું હતું કે, હું બેટથી રન કરવામાં સફળ નથી. જેથી હું નેટ્સમાં સારી પ્રેક્ટિસ કરૂં છું. ઉલ્લેખનીય છે કે, વનડે વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા માટે રવિન્દ્ર જાડેજાને બેટ અને બોલથી એક મેચ વિનર ખેલાડી તરીકે જોવામાં આવે છે. જેથી તેમનું પ્રદર્શન ભારત માટે ખુબ મહત્વનું માનવામાં આવે છે.

  • Follow us on: