- ટીમ ઈન્ડિચા વર્લ્ડકપ પહેલાં રમશે 2 મેચ
- ICCએ વોર્મઅપ મેચનું શિડ્યૂલ જાહેર કર્યું
- 30 સપ્ટેમ્બર અને 3 ઓક્ટોબરે ટીમ વોર્મઅપ મેચ રમશે
ICCએ બુધવારે ક્રિકેટ વર્લ્ડકપ વોર્મઅપ મેચનું શિડ્યૂલ જાહેર કર્યું છે. ICCએ સોશિયલ મીડિયા પર શેર કરેલા શિડ્યૂલ અનુસાર, ભારત આગામી વર્લ્ડકપ પહેલાં 2 વોર્મઅપ મેચ રમશે. ભારતની પ્રથમ પ્રેક્ટિસ મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ છે. આ મેચ 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં રમવામાં આવશે. ભારત પોતાની બીજી વોર્મઅપ મેચ નેધરલેન્ડ વિરુદ્ધ 3 ઓક્ટોબરે રમશે. આ મેચ તિરુવનંતપુરમમાં રમવામાં આવશે.
ICCએ ટ્વીટ કરીને શિડ્યૂલ જાહેર કર્યું
ICCએ ટ્વીટ કરીને લખ્યું કે, કોઈને આ અંગે કહેશો નહીં. અમે ક્રિકેટ વર્લ્ડકપ 2023ના વોર્મઅપ મેચનું શિડ્યૂલ દુનિયા સામે લાવ્યા પહેલાં તમને જણાવી રહ્યા છીએ. તમામ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યા શરૂ થશે. આ મેચ દરમિયાન તમારા 15 ખેલાડીઓવાળા દળના તમામ સભ્યોને મેદાનમાં ઉતારવાની પરવાનગી રહેશે.
વોર્મઅપ મેચનું શિડ્યૂલ
- બાંગ્લાદેશ VS શ્રીલંકા- બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી (29 સપ્ટેમ્બર)
- સાઉથ આફ્રિકા VS અફઘાનિસ્તાન- ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ (29 સપ્ટેમ્બર)
- ન્યૂઝીલેન્ડ VS પાકિસ્તાન- રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ, હૈદરાબાદ (29 સપ્ટેમ્બર)
- ભારત VS ઈંગ્લેન્ડ- બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી (30 સપ્ટેમ્બર)
- ઓસ્ટ્રેલિયા VS નેધરલેન્ડ- ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ (30 સપ્ટેમ્બર)
- ઈંગ્લેન્ડ VS બાંગ્લાદેશ- બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી (2 ઓક્ટોબર)
- ન્યૂઝીલેન્ડ VS સાઉથ આફ્રિકા- ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ (2 ઓક્ટોબર)
- અફઘાનિસ્તાન VS શ્રીલંકા- બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી (3 ઓક્ટોબર)
- ભારત VS નેધરલેન્ડ- ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ (3 ઓક્ટોબર)
- પાકિસ્તાન VS ઓસ્ટ્રેલિયા- રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ, હૈદરાબાદ (3 ઓક્ટોબર)
5 ઓક્ટોબરથી શરૂ થશે લીગ મેચ
વર્લ્ડકપની લીગ મેચની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નઈમાં રમશે. જે બાદ ભારતની બીજી મેચ અફઘાનિસ્તાન વિરુદ્ધ 11 ઓક્ટોબરે અને ત્રીજી મેચ પાકિસ્તાન વિરુદ્ધ 14 ઓક્ટોબરે યોજાશે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે.