• 2011ના વર્લ્ડકપને લઈ ખુલાસો
  • ધોનીએ ટીમમાં રોહિતને નહતું આપ્યું સ્થાન
  • પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો

આ વર્ષે ભારતની મેજબાનીમાં વર્લ્ડકપ 2023 રમવામાં આવશે. ટીમ ઈન્ડિયા છેલ્લી વખતે વર્ષ 2011માં વર્લ્ડકપ જીતી હતી. આ વખતે ટીમ ઈન્ડિયા રોહિત શર્માના નૈતૃત્વમાં વર્લ્ડકપ અને ICC ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે, પરંતુ શું તમે જાણો છો કે, વર્ષ 2011માં રોહિત શર્મા પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના કારણે વનડે વર્લ્ડકપ રમી શક્યા નહતા. પૂર્વ સિલેક્ટર રાજા વેંકટે આ અંગે ખુલાસો કર્યો છે.

કેપ્ટન ધોનીએ ફેરફારની માગ કરી હતી

પૂર્વ સિલેક્ટરે જણાવ્યું કે, વર્ષ 2011માં વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવી હતી. તે સમયે કેપ્ટન ધોનીએ ટીમ ઈન્ડિયામાં ફેરફારની માગ કરી હતી અને તે રોહિત શર્માની જગ્યાએ પીયૂષ ચાવલાને તક આપવા માંગતા હતા. રાજા વેંકટે કહ્યું કે, જ્યારે ટીમની પસંદગી કરવામાં આવી, ત્યારે રોહિત શર્મા ટીમમાં પસંદ થવાની રેસમાં હતા.

15માં ખેલાડી તરીકે રોહિતનું સૂચન મળ્યું હતું

તેમણે આગળ કહ્યું કે, જ્યારે અમે ટીમની પસંદગી કરી, ત્યારે 14 ખેલાડીઓને લેવામાં આવ્યા હતા, પરંતુ 15માં ખેલાડી તરીકે રોહિત શર્માના નામનું સૂચન મળ્યું હતું. તત્કાલિન હેડ કોચ ગૈરી કસ્ટર્નને પણ આ ખરાબ પસંદગી લાગી હતી, પરંતુ પછી કેપ્ટને ફેરફારની માગ કરી હતી. તેમણે રોહિત શર્માને બદલે પિયલ શર્માને લેવા માંગતા હતા. ગૈરી કસ્ટર્ન પણ આ સૂચન પર ખુશ થયા હતા. જેના કારણે રોહિત શર્મા ટીમનો ભાગ બની શક્યો નહતો.

2023માં રોહિત શર્માના નૈતૃત્વમાં ઉતરશે ટીમ ઈન્ડિયા

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા 2023 વર્લ્ડકપમાં રોહિત શર્માના નૈતૃત્વમાં મેચ રમશે. વર્લ્ડકપની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. જો કે, આ પહેલાં ટીમ ઈન્ડિયા વનડે ફોર્મેટમાં એશિયા કપ રમશે. જેની શરૂઆત 30 ઓગસ્ટે થશે.

  • Follow us on: