• શ્રેયસ ઐયરે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને લઈને મોટો ખુલાસો કર્યો
  • શ્રેયસ ઐયર અને રોહિત શર્મા ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં ગયા
  • શ્રેયસ ઐયર કાર્ડ વડે બતાવી શકે છે જાદુ

IPL 2024ની વચ્ચે ભારતના વિસ્ફોટક બેટ્સમેન શ્રેયસ ઐયરે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને લઈને મોટો ખુલાસો કર્યો છે. વાસ્તવમાં શ્રેયસ ઐયર અને રોહિત શર્મા ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં ગયા હતા. આ દરમિયાન જ્યારે શ્રેયસ ઐયરને પૂછવામાં આવ્યું કે ભારતીય ટીમનો કયો ખેલાડી સૌથી વધુ દુર્વ્યવહાર કરે છે, તો આ મામલે ઐયરે કરેલા ખુલાસાથી તમે પણ ચોંકી જશો. મોટાભાગના ચાહકોને લાગતું હશે કે ભારતીય ટીમમાં સૌથી વધુ અપશબ્દો બોલનાર ખેલાડી વિરાટ કોહલી હશે, પરંતુ તમને જણાવી દઈએ કે ઐયરે કોહલીનું નામ લીધું નથી.

શ્રેયસ ઐયરે કર્યો મોટો ખુલાસો

આ શો દરમિયાન કપિલ શર્માએ શ્રેયસ ઐયરને પૂછ્યું કે તમે કયા ખેલાડીનો ફોન સ્પીકર પર મૂકીને વાત કરી શકતા નથી. આના પર ઐયરે રોહિત શર્માનું નામ લીધું. જ્યારે તેને કારણ પૂછવામાં આવ્યું તો ઐયરે કહ્યું કે રોહિત શર્મા ખૂબ જ અફશબ્દો બોલે છે. આ દરમિયાન રોહિત પણ ત્યાં બેઠો હતો, તેમ છતાં ઐયરે તેની સામે આ ખુલાસા કર્યા. ઐયરે કહ્યું કે ભૂલથી પણ હું રોહિતનો ફોન સ્પીકર પર મૂકીને વાત નથી કરતો. કપિલે આ અંગે રોહિત શર્માની મજાક પણ ઉડાવી હતી કે હવે સ્ટમ્પમાં બંને છેડે માઇક્સ લગાવવામાં આવ્યા છે, જેના કારણે રોહિત શર્મા જે પણ કહે તે તમામ દર્શકો તેને સાંભળી શકે છે. ઐયરના નિવેદનથી સ્પષ્ટ છે કે ટીમમાં સૌથી વધુ અપશબ્દો બોલનાર ખેલાડી વિરાટ કોહલી નહીં, પરંતુ રોહિત શર્મા છે.


શ્રેયસ ઐયરે જાદુ બતાવ્યો

આ સિવાય જ્યારે રોહિતને પૂછવામાં આવ્યું કે તે કયા ખેલાડી સાથે રૂમ શેર કરવાનું પસંદ નહીં કરે તો ખેલાડીએ શિખર ધવન અને રિષભ પંતનું નામ લીધું હતું. તેણે કહ્યું કે ધવન અને પંત બંને ખૂબ જ ગંદા છે. બંનેનો રૂમ પણ ખૂબ જ ગંદો છે, વસ્તુઓ અહીં-ત્યાં વિખરાયેલી હોય છે, આ કારણોસર તેઓ આ બંને ખેલાડીઓ સાથે રૂમ શેર કરવા માંગતા નથી. તમને જાણીને નવાઈ લાગશે કે શ્રેયસ ઐયર જાદુ જાણે છે. તે કાર્ડ વડે જાદુ બતાવી શકે છે. આ શોમાં જ્યારે ઐયરને કોઈ જાદુ બતાવવાનું કહેવામાં આવ્યું ત્યારે ઐયરે પત્તાનો જાદુ બતાવ્યો. આનાથી રોહિત અને કપિલ તેમજ તમામ દર્શકોને આશ્ચર્ય થયું હતુ.


  • Follow us on: