• તિલક વર્માએ પોતાના મિત્રના ડેબ્યુ પર ખુશી વ્યક્ત કરી
  • બે ખેલાડીઓએ સાઉથ આફ્રિકાની ટીમમાં એન્ટ્રી મેળવી લીધી
  • ડેવાલ્સ બ્રેવિસે પણ તિલકને વીડિયો મોકલ્યો

સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 ટુર્નામેન્ટ શરૂ થઈ ચૂકી છે. જેની પહેલી મેચ ડરબનમાં યોજાઈ હતી. સાઉથ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમે આ મેચમાં ટોસ જીતી લીધો હતો. પછી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં સાઉથ આફ્રિકાના બે ખેલાડીઓએ એન્ટ્રી કરી હતી. જેમાં ફાસ્ટ બોલર જેરાલ્ડ કોએત્જી સાથે ડેવાલ્ડ બ્રેવિસે ડેબ્યૂ કર્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમના યુવા ખેલાડી તિલક વર્માએ અને દક્ષિણ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસ ખૂબ સારા મિત્રો છે.

IPLમાં સાથે હતા ખેલાડીઓ

બન્ને ખેલાડીઓ 2022માં મુંબઈ ઈન્ડિયન ટીમમાં સામેલ થયા હતા. બન્ને આ ટીમમાંથી મિત્રો બન્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ ટીમે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. એશિયાકપ માટે શ્રીલંક ગયેલા તિલકે ટીવી પર બ્રેવિસને ડેબ્યુકેપ લેતા જોયો હતો. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સે કેપ્સનમાં લખ્યું હતું કે, ડેવાલ્ડ બ્રેવિસનો ડેબ્યૂ જોઈને તિલક વર્મા ભાવુક થયો છે. તિલક વર્માએ ગત મહિને ભારતીય ક્રિકેટ ટીમમાં એન્ટ્રી કરી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટુરમાં મેચ બાદ ડેવાલ્સ બ્રેવિસે પણ તિલકને વીડિયો મોકલ્યો હતો. જે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

179 રન બનાવ્યા હતા

આઈપીએલ ટુર્નામેન્ટ દરમિયાન પણ બન્ને ખેલાડીઓ એકબીજા સાથે મોજ મસ્તી કરતા જોવા મળ્યા હતા. ડેવાલ્ડ બ્રેવિસને બેબી નામથી પણ ઓળખવામાં આવે છે. 44 મેચમાં T20 કરિયરમાં 27 મેચમાં 142ના સ્ટ્રાઈક રેટ સાથે 1055 રન કર્યા હતા. 14 વિકેટ ખેરવી છે. જેમાં વિરાટ કોહલીની વિકેટનો પણ સમાવેશ થાય છે. આ સિવાય 179 રન પણ બનાવી લીધા છે. 

  • Follow us on: