• આજે T20 સીરિઝની 5મી મેચ ફ્લોરિડામાં રમશે
  • તિલક વર્મા વિરાટ કોહલીનો તોડી શકે છે રેકોર્ડ
  • T20 સીરિઝમાં સૌથી વધુ રન બનાવાનો રેકોર્ડ

આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 સીરિઝની 5મી મેચ રમશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની તેની ડેબ્યૂ ટી20 સિરીઝમાં, તિલક વર્માએ પ્રથમ 3 મેચમાં કુલ 139 રન બનાવ્યા છે, જેમાં અડધી સદીની ઈનિંગ સામેલ છે. તે સાથે જ તિલક વિરાટ કોહલીના સૌથી વધુ રન બનવાના રેકોર્ડને તોડી શકે છે.

તિલક તોડશે વિરાટનો રેકોર્ડ

હવે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સીરિઝની છેલ્લી 2 મેચ અમેરિકાના ફ્લોરિડા શહેરમાં રમાશે. આ સીરિધઝની પ્રથમ 3 મેચોમાંથી, વેસ્ટ ઈન્ડિઝ 2માં જીતવામાં સફળ રહી હતી જ્યારે ભારતીય ટીમ 1માં જીતવામાં સફળ રહી હતી. આ ત્રણેય મેચોમાં એક વસ્તુ જોવા મળી હતી તે હતી યુવા બેટ્સમેન તિલક વર્માનું શાનદાર પ્રદર્શન. પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સીરિઝમાં જ તિલક બધાને પ્રભાવિત કરવામાં સફળ રહ્યા છે. હવે તેની પાસે વિરાટ કોહલીનો ઐતિહાસિક રેકોર્ડ તોડવાની શાનદાર તક છે.

તિલક વર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં ડેબ્યૂ કરતી વખતે પ્રથમ 3 દાવમાં 39, 51 અને 49 રન બનાવ્યા છે. કુલ 139 રન સાથે આ સીરિઝમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે હાલમાં પ્રથમ સ્થાન પર છે. હવે જો તિલક આ સીરિઝની બાકીની 2 મેચોમાં 93 વધુ રન બનાવવામાં સફળ થાય છે, તો તે 2021માં વિરાટ કોહલી દ્વારા બનાવેલો રેકોર્ડ તોડી નાખશે.

વિરાટે 2021માં T20 સીરિઝમાં બનાવ્યો હતો રેકોર્ડ

વિરાટ કોહલીએ વર્ષ 2021માં ઈંગ્લેન્ડ સામેની T20 સીરિઝમાં 231 રન બનાવ્યા હતા, જે ભારત માટે અત્યાર સુધીની દ્વિપક્ષીય T20 સીરિઝમાં કોઈ ખેલાડી દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે. આ સિવાય કેએલ રાહુલ, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર પણ આ યાદીમાં સામેલ છે જેમણે દ્વિપક્ષીય T20 સીરિઝમાં 200 રનનો આંકડો પાર કર્યો છે.

એશિયા કપની ટીમમાં દાવેદારી નોંધાવવાની શાનદાર તક

તિલક વર્માએ જે રીતે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી ત્યારથી ઘણા દિગ્ગજ ખેલાડીઓએ તેને વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવાની ભલામણ કરી છે. હવે તિલક પાસે પણ વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરિઝની છેલ્લી 2 મેચમાં બેટ વડે સારું પ્રદર્શન કરીને એશિયા કપની ટીમ માટે દાવો રજૂ કરવાની સુવર્ણ તક છે.

  • Follow us on: