- આજથી વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ વનડે સીરિઝ
- મોહમ્મદ સિરાઝ નહીં રમે વનડે
- મુકેશ કુમાર કરી શકે ડેબ્યૂ
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે આજે પ્રથમ વનડે મેચ રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. બંને ટીમ વચ્ચે બારબાડોસના કેસિંગટન ઓવલમાં ટક્કર થશે. આ મેચ શરૂ થયા પહેલાં મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાઝ વનડે સીરિઝ રમશે નહીં. સિરાઝ ભારત પરત ફર્યા છે. જેથી સિરાઝના બદલે ભારતીય વનડે ટીમમાં મુકેશ કુમાર ડેબ્યૂ કરી શકે છે.
સિરાઝને આપવામાં આવ્યો આરામ
મોહમ્મદ સિરાઝને વર્કલોડના કારણે વનડે સીરિઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. તે ભારત પરત આવી ગયા છે. વનડે સીરિઝમાં સિરાઝ મુખ્ય બોલર હતા, પરંતુ આગામી એશિયાકપ અને 2023 વનડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખી તેમને આરામ આપવામાં આવ્યો છે.
મુકેશ કુમાર કરી શકે ડેબ્યૂ
આજથી શરૂ થતી વનડે સીરિઝમાં સિરાઝ ભાગ લેશે નહીં. જેથી હવે મુકેશ કુમાર, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ અને ઉમરાન મલિકના રૂપે ભારત પાસે 4 બોલર બચે છે. જેમાંથી ત્રણ બોલરને આજે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, સિરાઝ ગેરહાજર રહેવાની મુકેશ કુમાર ડેબ્યૂ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં બીજી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં પણ મુકેશ કુમારને સ્થાન મળ્યું હતું.
પ્રથમ વનડે માટે ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, સંજૂ સેમસમ(વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મુકેશ કુમાર, કુલદીપ યાદવ અને ઉમરાન મલિક.