- કેન વિલિયમસને ન્યૂઝીલેન્ડની વનડે ટીમની કેપ્ટનશીપ છોડી
- ટોમ લાથમ તેમની જગ્યાએ ટીમના નવા કેપ્ટન બની શકે છે
- કેપ્ટનશીપ મળશે તો મારા માટે સન્માનની વાત હશેઃ લાથમ
કેન વિલિયમસને ન્યૂઝીલેન્ડની વનડે ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. આ પછી આશા રાખવામાં આવી રહી છે કે ટોમ લાથમ તેમની જગ્યાએ ટીમના નવા કેપ્ટન બનાવી શકે છે. કેપ્ટન બનવાની રેસમાં તે આગળ ચાલી રહ્યા છે. તેઓએ 44 વનડે મેચમાં ન્યૂઝીલેન્ડનું નેતૃત્વ કર્યું છે. આ સિવાય તેઓએ 2023માં વર્લ્ડકપમાં વિલિયમસનની ગેરહાજરીમાં ટીમના કેપ્ટન હતા.
કેપ્ટનશીપને લઈને શું કહ્યું ટોમ લાથમ
ટીમની કેપ્ટનશીપને લઈને તેમને કહ્યું કે આ મારા માટે સન્માનની વાત હશે. હું હંમેશાથી ટીમને વધારે સારી કરવા ઈચ્છું છું અને મને આશા છે કે તેઓએ પણ એમ જ ઈચ્છે છે. મને કેપ્ટનશીપનો અવસર મળશે તો તે ખરેખર મારા માટે ખાસ હશે.
શું કહ્યું કોચે
હાલમાં જોવાનું એ રહે છે કે ન્યૂઝીલેન્ડ લિમિટેડ ઓવરમાં એક જ કેપ્ટનની પસંદગી કરે છે કે નહીં. કેમકે છેલ્લા એક વર્ષથી ટોમે કોઈ પણ ટી20 મેચ રમી નથી. એવામાં તેમની જગ્યાએ ટિમ સાઉદીને 3 ફોર્મેટના કેપ્ટન બનાવી શકાય છે.
કોચે કર્યો ખુલાસો
ટીમના કોચ ગેરી સ્ટીડે ખુલાસો કર્યો છે કે ટીમ મેનેજમેન્ટ અત્યાર સુધી આ નિર્ણયના અંતિમ તબક્કામાં પહોંચ્યું નથી પરંતુ કેપ્ટન બનાવવાને માટે ટોમ લાથમને શોર્ટલિસ્ટ કરાયા છે. તેઓએ વધુમાં એમ પણ કહ્યું કે અમે આ વાતની પુષ્ટિ કરી શકતા નથી. હું અનુમાન કરી શકતો નથી કે ટોમ લાથમ નિયમિત કેપ્ટન રહેશે કે નહીં પણ તેઓ એ ખેલાડી છે જેમના નામની ચર્ચા થઈ રહી છે.
ODI વર્લ્ડકપ પર પણ રહેશે નજર
ટીમના કોચ ગેરી સ્ટીડે કહ્યું કે સૌથી જરૂરી વાત એ છે કે અમે એવા ખેલાડીઓ ઈચ્છીએ છીએ, જે આવનારા 2 વર્ષ સુધી એ ભૂમિકાને નિભાવી શકે. આ એક મોટો નિર્ણય સાબિત થવાનો છે.