- બાંગ્લાદેશ સામે વિરાટ કોહલીનું બેસ્ટ પર્ફોમન્સ
- ખાસ વાતો જોડાયેલી છે એના પર્ફોમન્સ સાથે
- રનને લઈને પણ ખાસ રોકેર્ડ બનાવી દીધો
બાંગ્લાદેશ સામે વર્લ્ડકપની મેચમાં વિરાટ કોહલીની શાનદાર સદી જોવા મળી હતી. જેમણે પણ આ જોઈ તે ફરી તેના પ્રશંસક બની ગયા હતા. દરેક ખેલાડી એવી સ્ટાઈલ કરી શકતો નથી. જેમાં તેણે માત્ર સિક્સર ફટકારીને ભારતીય ટીમને જીત અપાવી ન હતી પરંતુ સદી પણ ફટકારી હતી. વિરાટ કોહલી એક એવો ખેલાડી છે. જેણે સમયની સાથે પોતાની જાતમાં ઘણા એવા મોટા સુધારા કર્યા છે. જો પાછલા દોઢ દાયકામાં વિરાટ કોહલીની રમત જોઈ હશે, તો લાગશે કે તે સુપર વિલ પાવર ધરાવતો ખેલાડી છે. આ જ કારણ છે કે, તે બેટિંગમાં ઘણા રેકોર્ડ તોડી રહ્યો છે અને તેણે ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને કેટલીક બાબતોમાં પાછળ છોડી દીધા છે.
બેટિંગના આધારે શિખર પર
અન્ય બાબતોમાં તેને વધુ પાછળ છોડી દેશે. આંકડાઓની વાત કરીએ તો સ્પષ્ટ છે કે તે ભારતમાં બેટિંગના શિખરે પહોંચી ગયો છે. આગળ આવી રહ્યા છે. આટલા લાંબા સમય સુધી ક્રિકેટમાં ટકી રહેવું અને પ્રતિકૂળ સંજોગોમાં ટીકાકારો સમક્ષ પોતાને સાબિત કરવું એ વ્યક્તિ માટે જ શક્ય છે. જેની પાસે અતિશય ઈચ્છાશક્તિ હોય. તેણે તેના વ્યક્તિત્વના આ ગુણો તેની ફિટનેસ, રમત પર કંટ્રોલ અને રનના વરસાદમાં દર્શાવ્યા છે.
રણજીટ્રોફીની મેચ આજીવન યાદગાર
વિરાટ કોહલી પહેલીવાર ત્યારે સમગ્ર દેશમાં સમાચારમાં આવ્યો જ્યારે તે તેના પિતાના નિધન વખતે રણજી ટ્રોફી મેચ રમવા ગયો હતો. ત્યાં સદી ફટકારી અને પછી સીધો સ્મશાન ગયો અને પિતાના અંતિમ સંસ્કારમાં ભાગ લીધો. વિરાટ કોહલીએ અણનમ 103 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપમાં આ તેની ત્રીજી સદી છે. જે આઠ વર્ષ પછી તેણે ફટકારી છે. આ ઉપરાંત વન-ડેમાં વિરાટની આ 48મી સદી પણ છે. તે હવે સચિન તેંડુલકરના સૌથી વધુ સદીના રેકોર્ડથી માત્ર એક ડગલું દૂર છે.
1200 રન કરી નાંખ્યા
આ ઇનિંગ દરમિયાન વિરાટે વર્લ્ડ કપમાં 1,200 રન પૂરા કર્યા. તો તે ક્રિકેટના તમામ ફોર્મેટમાં સૌથી ઝડપી 26 હજાર રન બનાવનાર બેટ્સમેન પણ બન્યો હતો. વિરાટે લાંબા સમય બાદ વર્લ્ડ કપમાં સદી ફટકારી છે. વર્લ્ડ કપમાં આ તેની માત્ર ત્રીજી સદી છે. તેને 'પ્લેયર ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો હતો. વનડેમાં આ 40મી વખત છે જ્યારે વિરાટ કોહલીને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જોકે, અત્યારે તે સચિન તેંડુલકર (62) અને સનથ જયસૂર્યા (48)થી ઘણો પાછળ છે.