• વર્લ્ડકપમાં ટાર્ગેટ ચેઝ કરતા વિરાટની પ્રથમ સદી
  • કોહલીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 26 હજાર રન
  • વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 78મી સદી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી વર્લ્ડકપની 17મી મેચમાં ભારતીય ટીમની 7 વિકેટ જીત થઈ છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ બાંગ્લાદેશે 50 ઓવર બાદ 8 વિકેટના નુકસાને 256 રન બનાવ્યા હતા. જેથી ભારતને જીત માટે 257 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે આ ટાર્ગેટ 3 વિકેટના નુકસાને 41.3 ઓવરમાં પ્રાપ્ત કરી લીધો છે. ભારત માટે વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી અને અનેક રેકોર્ડ સર્જ્યા હતા.

વર્લ્ડકપમાં ટાર્ગેટ ચેઝ કરતા વિરાટની પ્રથમ સદી

ગઈકાલે પૂણેના MCA સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ શાનદાર ઈનિંગ રમતા અણનમ 97 બોલમાં 103 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગ દરમિયાન છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન કોહલીની સ્ટ્રાઈક રેટ 106.19નો હતો. વિરાટે ટાર્ગેટનો ચેઝ કરતા વર્લ્ડકપમાં પ્રથમ વખત સદી ફટકારી છે.

કોહલીની વનડેમાં 48મી સદી

વિરાટ કોહલીએ ગઈકાલે સદી ફટકારતા વનડેમાં સદીની સંખ્યા 48 પર પહોંચી હતી. આ સાથે જ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 78મી સદી હતી. વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી સચિન તેંડુલકરના નામે છે તેણે વનડેમાં 49 સદી ફટકારી છે. હવે કોહલી સચિનના રેકોર્ડની બરાબરી કરવા એક સદીની જરુર છે અને રેકોર્ડ તોડવા માટે બે સદી દૂર છે. વિરાટ કોહલીએ વર્લ્ડકપમાં આઠ વર્ષ બાદ સદી ફટકારી હતી. વિરાટે છેલ્લે 2015માં પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. આ ઉપરાતં કોહલીએ વનડે વર્લ્ડકપના ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારી હતી.

કોહલીએ ધવનની બરાબરી કરી

વિરાટે સદી ફટકારતા જ ભારતીય બેટ્સમેન શિખર ધવનની બરાબરી કરી હતી. ભારત માટે વનડે વર્લ્ડકપમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં તે ધવનના રેકોર્ડની બરાબરી કરીને ચોથા સ્થાને પહોંચી ગયો છે. આ મામલે રોહિત શર્મા સાત સદી સાથે ટોચ પર છે. સચિન તેંડુલકરના નામે 6 અને ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના નામે ચાર સદી છે. ધવન અને કોહલી ત્રણ-ત્રણ સદી સાથે ચોથા સ્થાને છે.

કોહલીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 26 હજાર રન પૂરા

વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની મેચમાં 77 રન બનાવતા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 26 હજાર રન પૂરા કર્યા હતા. આ સાથે જ તે સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, સંગાકરાની ક્લબમાં સામેલ થયો હતો. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રી ક્રિકેટમાં 511 મેચની 567 ઇનિંગ્સમાં 26,026 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 78 સદી અને 134 ફિફ્ટી ફટકારી છે. આ સાથે કોહલીએ તેના કરિયરમાં 7 બેવડી સદી પણ ફટકારી છે.

કોહલીએ પુણેમાં 500 રન પૂરા કર્યા

ભારતના એક મેદાન પર સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી પ્રથમ સ્થાને છે. કોહલીએ વિશાખાપટ્ટનમાં સૌથી વધુ 587 રન કર્યા છે. વિરાટ કોહલીએ ગઈકાલે પૂણેમાં 500 રન પુરા કર્યા હતા.સચિને બેંગલુરુમાં 534 અને ગ્વાલિયરમાં 529 રન કર્યા છે.

કોહલીએ વર્લ્ડકપ 2023માં ત્રીજી વખત 50થી વધુ રન કર્યા

વિરાટ કોહલીએ આ વર્લ્ડકપમાં ત્રીજી વખત 50થી વધુ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેણે 85 રનની ઇનિંગ રમી હતી. જે બાદ તેણે અફઘાનિસ્તાન સામે અણનમ 55 રન બનાવ્યા હતા. તે પાકિસ્તાન સામે માત્ર 16 રન બનાવી શક્યો હતો. ગઈકાલે બાંગ્લાદેશ સામે અણનમ 103 રનની ઈનિંગ રમી હતી.

  • Follow us on: