- અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો
- અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને 69 રને હરાવ્યું
- અફઘાનિસ્તાને જીતનો શ્રેય વિરાટ કોહલીને આપ્યો
અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવીને ICC વર્લ્ડકપનો સૌથી મોટો અપસેટ સર્જ્યો છે. અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડ જેવી વર્લ્ડ ચેમ્પિયન ટીમને એકતરફી મેચમાં હરાવીને ઈંગ્લેન્ડને મોટો ઝટકો આપ્યો છે. આ જીત સાથે અફઘાનિસ્તાને વર્લ્ડકપમાં 8 વર્ષના દુષ્કાળનો અંત લાવી દીધો છે. અફઘાનિસ્તાને આ જીતનો શ્રેય ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને આપ્યો છે.
કોહલીનો ગેમ પ્લાન
અફઘાનિસ્તાન માટે ઓપનર બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝે 57 બોલમાં 80 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન ગુરબાઝે 6 બાઉન્ડ્રી અને 4 સિક્સ પણ ફટકારી હતી. આ ઇનિંગની મદદથી અફઘાનિસ્તાન ટીમ ઇંગ્લેન્ડને 285 રનનો ટાર્ગેટ આપવામાં સફળ રહી હતી. આ જીત બાદ રહેમાનુલ્લા ગુરબાઝે જતનો શ્રેય ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને આપ્યો છે. તેણે આ જીત બાદ વિરાટ કોહલીના વખાણ કર્યા અને કહ્યું કે, કોહલી વિશ્વના દરેક યુવા ખેલાડી માટે પ્રેરણા છે. ખેલાડીઓ પણ તેનું ઘણું સન્માન કરે છે. કોહલીએ મને ગેમ પ્લાન સમજવામાં ઘણી મદદ કરી છે. કોહલીએ અમને શીખવ્યું કે કેવી રીતે ઇનિંગ્સને મોટી કરવી અને દબાણમાં પણ મોટા ટાર્ગેટ આપવો.
અફઘાનિસ્તાને ઇતિહાસ રચ્યો
અફઘાનિસ્તાને આ જીત સાથે ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. અફઘાનિસ્તાને પ્રથમ વખત વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમને હરાવી છે. આનાથી ઈંગ્લેન્ડને ઘણું નુકસાન થયું છે. હવે ઈંગ્લેન્ડ માટે ટોપ-4માં સ્થાન મેળવવું મુશ્કેલ બની ગયું છે. અફઘાનિસ્તાનની જીતથી પાકિસ્તાનને ફાયદો થયો છે. પાકિસ્તાનની ટીમ હજુ પણ ચોથા સ્થાન પર છે. આ સાથે જ અફઘાનિસ્તાન ઈંગ્લેન્ડને હરાવીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે.