• અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ
  • દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે મેચ
  • અફઘાનિસ્તાનની જીતથી પાકિસ્તાનને થશે ફાયદો

ICC વર્લ્ડકપ 2023ની 13મી મેચ આજે ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડની ટીમ આજે એક મેચ હારીને અને એક મેચ જીતીને રમી રહી છે, જ્યારે અફઘાનિસ્તાનની ટીમ બંને મેચ હારીને રમી રહી છે. જો આજે અફઘાનિસ્તાન મેચ હારશે, તો પાકિસ્તાનને પણ સેમીફાઈનલમાં પહોંચવામાં મુશ્કેલી પડશે. જેથી પાકિસ્તાન આજે અફઘાનિસ્તાની જીત માટે પ્રાર્થના કરતું હશે.

અફઘાનિસ્તાને ફરી રચવો પડશે ઈતિહાસ

વર્લ્ડકપ 2023ના પોઈન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડ અત્યારે 5માં સ્થાન પર છે. આવી સ્થિતિમાં જો ઈંગ્લેન્ડે ટોપ-4માં સ્થાન મેળવવા માટે આજની મેચ જીતવી પડશે. બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમ પોતાની પ્રથમ 2 મેચ હાર્યું છે. જો તે આજની મેચ હારશે, તો અફઘાનિસ્તાનનો સેમીફાઈનલમાં પ્રવેશ કરવો મુશ્કેલ પડશે. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડકપના ઈતિહાસમાં માત્ર 2 મેચ જીતી શક્યું છે. જેથી આજની મેચ જીતવા માટે અફઘાનિસ્તાને ઈતિહાસ રચવો પડશે.

અફઘાનિસ્તાન મફતમાં નહીં આપે પોઈન્ટ

અફઘાનિસ્તાનની ટીમ હજુ સુધી વર્લ્ડકપની એક પણ મેચ જીતી શક્યું નથી, પરંતુ આમ છતાં અફઘાનિસ્તાનની ટીમ ઘણી મજબૂત છે. અફઘાનિસ્તાસ્તાનને હરાવવું એટલું સરળ પણ રહેશે નહીં. ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાનની ટીમ જીતી શકી નથી, પરંતુ અફઘાનિસ્તાને ભારતના સારો ટાર્ગેટ આપ્યો હતો.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

ઈંગ્લેન્ડઃ જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, હેરી બ્રૂક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન, ક્રિસ વોક્સ, આદિલ રાશિદ, માર્ક વુડ, રીસ ટોપલી

અફઘાનિસ્તાન- રહેમાનુલ્લાહ ગુરબાઝ, ઈબ્રાહીમ ઝદરાન, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), મોહમ્મદ નબી, ઈકરામ અલીખિલ, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન ઉલ હક, ફઝલહક ફારૂકી

  • Follow us on: