• ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ
  • દિલ્હીના અરૂણ જેટલી સ્ટેજડિયમમાં મેચ
  • ઈંગ્લેન્ડ એક મેચ જીત્યું, અફઘાનિસ્તાન બંને મેચ હાર્યું

ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડકપની મેચમાં અફઘાનિસ્તાનની રને જીત થઈ છે. ઈંગ્લેન્ડની ટીમ 215 રનમાં ઓલઆઉટ થઈ છે. મેચમાં ટોસ જીતીને ઈંગ્લેન્ડે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી અફઘાનિસ્તાનની ટીમ 284 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેથી ઈંગ્લેન્ડને જીત માટે 285 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 215 રનમાં ઓલઆઉટ થઈ છે. આ મેચમાં ઈંગ્લેન્ડ ટીમના ઓપનર જોની બેરસ્ટો 4 બોલમાં 2 રન કરીને અને ડેવિડ મલાન 39 બોલમાં 32 રન કરીને આઉટ થયો છે. આ ઉપરાંત જો રૂટ 17 બોલમાં 11 રન, જોસ બટલર 18 બોલમાં 9 રન, લિયામ લિવિંગસ્ટોન 14 બોલમાં 10 રન, હેરી બ્રૂક 61 બોલમાં 66 અને સેમ કરન 23 બોલમાં 10 રન કરીને આઉટ થયો છે. અફઘાનિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, મુજીબ ઉર રહેમાને 10 ઓવરમાં 51 રન આપીને 3 વિકેટ, ફઝલહક ફારૂકીએ 7 ઓવરમાં 50 રન આપીને 1 વિકેટ, નવીન ઉલ હકે 6 ઓવરમાં 44 રન આપીને 1, મોહમ્મદ નબીએ 6 ઓવરમાં 16 રન આપીને 2, રાશિદ ખાને 9.3 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ લીધી છે. આ ઉપરાંત અઝમતુલ્લાહ ઓમરઝાઈએ 2 ઓવરમાં 13 રન આપ્યા છે.

ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ ઈંગ્લેન્ડે 5 વિકેટના નુકસાને 132 રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડનો ઓપનર જોની બેરસ્ટો 4 બોલમાં 2 રન કરીને અને ડેવિડ મલાન 39 બોલમાં 32 રન કરીને આઉટ થયો છે. આ ઉપરાંત જો રૂટ 17 બોલમાં 11 રન, જોસ બટલર 18 બોલમાં 9 રન અને લિયામ લિવિંગસ્ટોન 14 બોલમાં 10 રન કરીને આઉટ થયો છે. અત્યારે ઈંગ્લેન્ડ માટે હેરી બ્રૂક 44 બોલમાં 49 રન કરીને અને સેમ કરન 15 બોલમાં 7 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. અફઘાનિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, મુજીબ ઉર રહેમાને 6 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ, ફઝલહક ફારૂકીએ 5 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ, નવીન ઉલ હકે 4 ઓવરમાં 30 રન આપીને 1, મોહમ્મદ નબીએ 3 ઓવરમાં 9 રન આપીને 1, રાશિદ ખાને 5 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ લીધી છે.

અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાતી મેચમાં ઈંગ્લેન્ડની ઈનિંગ શરૂ થઈ છે. જેથી ઈંગ્લેન્ડના ઓપનર જોની બેરસ્ટો અને ડેવિડ મલાન ક્રીઝ પર આવ્યા છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી અફઘાનિસ્તાનની ટીમ 49.5 ઓવરમાં 284 રન પર ઓલઆઉટ થઈ હતી. જેથી ઈંગ્લેન્ડને જીત માટે 285 રનનો ટાર્ગેટ મળ્યો છે.

અફઘાનિસ્તાનની ઈનિંગ

અફઘાનિસ્તાનની ટીમ 284 રનમાં ઓલઆઉટ થઈ છે. જેથી ઈંગ્લેન્ડને જીત માટે 285 રનનો ટાર્ગેટ મળ્યો છે. અફઘાનિસ્તાનનો ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝ 57 બોલમાં 80 રન કરીને આઉટ થયો છે, જ્યારે ઈબ્રાહીમ ઝદરાન 48 બોલમાં 28 અને રહેમત શાહ 8 બોલમાં 3 રન, કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી 36 બોલ પર 14, અઝમતુલ્લાહ ઓમરઝાઈ 24 બોલ પર 19, મોહમ્મદ નબી 15 બોલમાં 9, રાશિદ ખાન 22 બોલમાં 23 રન કરીને આઉટ થયો છે, જ્યારે ઈકરામ અલીખિલે 66 બોલમાં 58 રન અને મુજીબ ઉર રહેમાને 16 બોલમાં 28 રન કર્યા છે. ઈંગ્લેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ક્રિસ વોક્સે 4 ઓવરમાં 41 રન, રીસ ટોપલીએ 8.5 ઓવરમાં 52 રન આપીને 1 વિકેટ લીધી છે. સેમ કરને 4 ઓવરમાં 46 રન આપ્યા છે. આ ઉપરાંત માર્ક વુડે 9 ઓવરમાં 50 રન આપીને 1 વિકેટ, લિયામ લિવિંગસ્ટોને 10 ઓવરમાં 33 રન આપીને 1 વિકેટ, જો રૂટે 4 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ અને આદિલ રાશિદે 10 ઓવરમાં 42 રન આપીને 3 વિકેટ લીધી છે.

અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપ મેચની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ અફઘાનિસ્તાને 3 વિકેટના નુકસાને 149 રન બનાવ્યા છે. અફઘાનિસ્તાનનો ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝ 57 બોલમાં 80 રન કરીને આઉટ થયો છે, જ્યારે ઈબ્રાહીમ ઝદરાન 48 બોલમાં 28 અને રહેમત શાહ 8 બોલમાં 3 રન કરીને આઉટ થયો છે. અત્યારે અફઘાનિસ્તાન માટે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી 17 બોલ પર 8 રન કરીને અને અઝમતુલ્લાહ ઓમરઝાઈ 21 બોલ પર 18 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, ક્રિસ વોક્સે 4 ઓવરમાં 41 રન, રીસ ટોપલીએ 5 ઓવરમાં 21 રન, સેમ કરને 2 ઓવરમાં 26 રન, માર્ક વુડે 4 ઓવરમાં 23 અને લિયામ લિવિંગસ્ટોને 3 ઓવરમાં 8 રન આપ્યા છે. આ ઉપરાંત આદિલ રાશિદે 7 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ લીધી છે.

અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાતી મેચ શરૂ થઈ છે. અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝ અને ઈબ્રાહીમ ઝદરાન બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

ICC વનડે વર્લ્ડકપ 2023ની 13મી મેચ ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમવામાં આવશે. આ મેચ માટે ટોસ થયો છે. જે ઈંગ્લેન્ડે જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડકપ 2023માં 2-2 મેચ રમી છે. જેમાં ઈંગ્લેન્ડની 1 મેચમાં હાર અને 1 મેચમાં જીત થઈ છે, જ્યારે અફઘાનિસ્તાનની બંને મેચમાં હાર થઈ છે.

આજે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડની મેચ રમાશે. આ મેચમાં ઈંગ્લેન્ડ નેટ રન રેટમાં સુધારવાનો પ્રયાસ કરશે, જ્યારે અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ જીત મેળવવાનો પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ અત્યાર સુધી 2-2 મેચ રમી છે. જેમાં અફઘાનિસ્તાનની બંને મેચમાં હાર થઈ છે, જ્યારે ઈંગ્લેન્ડની એક મેચમાં હાર અને એક મેચમાં જીત થઈ છે.

પિચ રિપોર્ટ

દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમની પિચ તેના ધીમા સ્વભાવ માટે જાણીતી છે. નાનું મેદાન હોવા છતાં અહીં બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળે છે. સ્પિનરોને અહીં વધુ મદદ મળે છે, પરંતુ અત્યાર સુધી વર્લ્ડકપ 2023માં અહીં રમાયેલી બંને મેચોમાં સારો સ્કોર જોવા મળ્યો છે. આ વર્લ્ડકપમાં દિલ્હીની પીચ બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન સાબિત થઈ રહી છે. બેટ્સમેનો અહીં સપાટ પિચ પર ઘણા રન બનાવી રહ્યા છે. દિલ્હીમાં આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી રમાયેલી બંને મેચો હાઈ સ્કોરિંગ રહી છે.

દિલ્હીની પિચ હાઈ સ્કોરિંગ બની

પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ અરૂણ જેટલી સ્ટેડિયમની પિચ પર રેકોર્ડ 428 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ પણ 326 રન બનાવ્યા હતા. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ 15 ઓવરમાં 273 રનનો ટાર્ગેટ પ્રાપ્ત કર્યો હતો. આ પિચ પર પ્રથમ ઈનિંગનો સરેરાશ સ્કોર 238 રન છે. ઈંગ્લેન્ડ-અફઘાનિસ્તાન મેચ પણ હાઈ સ્કોરિંગ મેચ સાબિત થઈ શકે છે.

અત્યાર સુધી 30 વનડે મેચ રમાઈ

અરૂણ જેટલી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 30 વનડે મેચ રમાઈ છે. જેમાંથી 14 મેચો પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીતી છે અને 15 મેચ પ્રથમ બોલિંગ કરનારી ટીમ જીતી છે, જ્યારે એક મેચનું કોઈ પરિણામ આવ્યું નથી.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

ઈંગ્લેન્ડઃ જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, હેરી બ્રૂક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન, ક્રિસ વોક્સ, આદિલ રાશિદ, માર્ક વુડ, રીસ ટોપલી

અફઘાનિસ્તાન- રહેમાનુલ્લાહ ગુરબાઝ, ઈબ્રાહીમ ઝદરાન, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), મોહમ્મદ નબી, ઈકરામ અલીખિલ, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન ઉલ હક, ફઝલહક ફારૂકી

  • Follow us on: