• ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડ માટે ખરાબ સમાચાર
  • એડિલેડ ટેસ્ટ બાદ ટ્રેવિસ હેડને કોવિડ-19નો ચેપ લાગ્યો
  • એડિલેડ ટેસ્ટમાં ટ્રેવિસ હેડે શાનદાર સદી ફટકારી હતી

ઓસ્ટ્રેલિયાના તોફાની મિડલ ઓર્ડર બેટ્સમેન ટ્રેવિસ હેડ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. એડિલેડ ટેસ્ટ બાદ તેને કોવિડ-19નો ચેપ લાગ્યો છે. આ મેચમાં તેણે શાનદાર સદી ફટકારી હતી. હવે જોવાનું એ રહેશે કે તે વેસ્ટ ઈન્ડિઝ સામેની બ્રિસબેન ટેસ્ટમાં રમી શકશે કે નહીં.

ઓસ્ટ્રેલિયાનો તોફાની બેટ્સમેનની તબિયત લથડી

ઓસ્ટ્રેલિયાનો તોફાની બેટ્સમેન ટ્રેવિસ હેડ પોતાના પ્રદર્શનને કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ આ વખતે તે કોઈ અન્ય કારણોસર ચર્ચામાં સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર ડાબા હાથના બેટ્સમેનની તબિયત એડિલેડ ટેસ્ટ બાદ લથડી ગઈ હતી. તે દરમિયાન ટ્રેવિસ હેડે કોવિડ-19 માટેનો ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ટીમમાથી બહાર કરવામાં આવ્યો છે.

બ્રિસબેન ટેસ્ટમાં રમશે કે નહીં?

હાલની મળતી માહિતી અનુસાર તેની તબિયત સારી હોવાનું કહેવામા આવી રહ્યું છે. હવે પછી રમાવનાર બ્રિસબેન ટેસ્ટમાં ટ્રેવિડ હેડ રમશે કે નહીં તે એક મોટો પ્રશ્ન જોવા મળી રહ્યો છે. જોકે, એવા અહેવાલો છે કે તે બ્રિસબેન ટેસ્ટ સુધી ફિટ થઈ જશે.

ટ્રેવિસ હેડેનો શાનદાર રેકોર્ડ

ટ્રેવિસ હેડે તાજેતરના સમયમાં શાનદાર ફોર્મમાં છે. તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં અને વર્લ્ડકપ ફાઇનલમાં સદી ફટકારીને ટીમ ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન બનાવામા પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.


  • Follow us on: