• યુગાન્ડા ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ
  • યુગાન્ડાએ T-20 વર્લ્ડકપ માટે કર્યું ક્વોલીફાઈ
  • આવતા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાશે ટૂર્નામેન્ટ

યુગાન્ડા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચીને 2024માં રમાનારા T-20 વર્લ્ડકપ માટે ક્વોલીફાઈ કર્યું છે. ગત મંગળવારે નામીબિયાની ટીમે પણ T-20 વર્લ્ડકપ 2024 માટે આફ્રિકા ક્વોલિફાયર્સના માધ્યમથી ક્વોલીફાઈ કર્યું હતું. હવે યુગાન્ડા ક્રિકેટ ટીમે 2024ના T-20 વર્લ્ડકપ તરફ એક પગલું આગળ ભર્યું છે.

યુગાન્ડા ક્વોલીફાઈ કરનારી બીજી ટીમ બની

યુગાન્ડા આફ્રિકા ક્વોલિફાયર્સથી T-20 વર્લ્ડકપ માટે ક્વોલીફાઈ કરનારી બીજી ટીમ બની છે. યુગાન્ડાએ ક્વોલિફાયરની છઠ્ઠી મેચમાં રવાંડાની ટીમને 9 વિકેટ અને 71 બોલ બાકી રહેતા હરાવ્યું છે. આ જીત સાથે યુગાન્ડાની ટીમે T-20 ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાઈ કર્યું છે. ક્વોલિફાયર્સ મેચમાં યુગાન્ડાએ 6 મેચમાંથી 5 મેચમાં જીત મેળવી છે.

રવાંડીની ટીમ 65 રનમાં ઓલઆઉટ

ખાંડા વિરુદ્ધ રમવામાં આવેલી મેતની વાત કરવામાં આવે તો, પ્રતમ બેટિંગ કરવા આવેલી રવાંડાની ટીમને યુગાન્ડાના બોલર્સે માત્ર 18.5 ઓવરમાં 65 રન પર ઓલઆઉટ કરી હતી. જેના જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી યુગાન્ડાની ટીમે 8.1 ઓવરમાં 1 વિકેટના નુકસાને જીત પોતાના નામે કરી છે.

યુગાન્ડાએ 6માંથી 5 મેચ જીતી

ક્વોલિફાયરની પ્રથમ મેચમાં યુગાન્ડાએ તનઝાનિયાને 8 વિકેટે માત આપી હતી. જે બાદ તેણે પોતાની બીજી મેચ નામીબિયા વિરુદ્ધ 6 વિકેટે ગુમાવી હતી. જો કે, આ બાદ યુગાન્ડાએ કોઈ મેચ ગુમાવી નથી. ત્રીજી મેચમાં યુગાન્ડાએ ઝિમ્બાબ્વેને 5 વિકેટે માત આપી હતી. જે બાદ યુગાન્ડાની ટીમે ચોથી મેચમાં નાઈઝીરિયાને 9 વિકેટે અને કેન્યાને 5મી મેચમાં 33 રને હરાવ્યું હતું.

T-20 વર્લ્ડકપ માટે ક્વોલિફાઈ થનારી ટીમ

વેસ્ટ ઈન્ડિઝ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, આયરલેન્ડ, સ્કોટલેન્ડ, પાપુઆ ન્યૂ ગિની, કેનેડા, નેપાળ, ઓમાન, નામીબિયા, યુગાન્ડા

  • Follow us on: