• વનડે વર્લ્ડકપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની થઈ હાર
  • ભારતીય ટીમે T-20 વર્લ્ડકપની શરૂ કરી તૈયારી
  • વર્લ્ડકપ પહેલાં ભારતીય ટીમ 10 T-20 મેચ રમશે

ભારતીય ટીમની નજર હવે મિશન 2024 પર ટકેલી છે. આ મિશન છે 4 જૂનથી શરૂ થનારા T-20 વર્લ્ડકપનું છે. વનડે વર્લ્ડકપની હાર બાદ હવે ટીમ ઈન્ડિયાએ મોમેંટમ T-20 તરફ શિફ્ટ કર્યું છે. વર્લ્ડકપ પહેલાં ભારતીય ટીમ કુલ 10 T-20 મેચ રમશે.


ભારતીય ટીમના અનેક સીનિયર ખેલાડીને અપાયો આરામ

વનડે વર્લ્ડકપની હાર બાદ હવે ભારતીય ટીમે અનેક સીનિયર ખેલાડી આરામ કરી રહ્યા છે. આ સીરિઝ બાદ 6 T-20 મેચ બાકી રહેશે. જોવાનું રહેશે કે, મિશન 2024 માટે ટીમ ઈન્ડિયાના સીનિયર ખેલાડી રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ વાપસી કરશે કે નહીં. હાર્દિક પંડ્યા પણ ઈજાગ્રસ્ત છે અને હજુ રાહુલ દ્રવિડનો કાર્યકાળ ખતમ થવા બાદ હેડ કોચને લઈ નિર્ણય આવવો પણ બાકી છે.

વર્લ્ડકપ પહેલાં ટીમ ઈન્ડિયાનું શિડ્યૂલ

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ

મેચ તારીખ સ્થળ
બીજી T20 મેચ 26 નવેમ્બરતિરુવનંતપુરમ
ત્રીજી T20 મેચ 28 નવેમ્બરગુવાહાટી
ચોથી T20 મેચ 1 ડિસેમ્બરરાયપુર
5મી T20 મેચ 3 ડિસેમ્બરબેંગાલુરૂ

ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ

મેચ તારીખ સ્થળ
પ્રથમ T20 મેચ 10 ડિસેમ્બર ડરબન
બીજી T20 મેચ 12 ડિસેમ્બર કેબેરા
ત્રીજી T20 મેચ 14 ડિસેમ્બર જોહાનિસબર્ગ
પ્રથમ વનડે 17 ડિસેમ્બર જોહાનિસબર્ગ
બીજી વનડે 19 ડિસેમ્બર કેબેરા
ત્રીજી વનડે 21 ડિસેમ્બર પાર્લ
પ્રથમ ટેસ્ટ 26થી 30 ડિસેમ્બર સેંચૂરિયન
બીજી ટેસ્ટ 3થી 7 જાન્યુઆરી કેપટાઉન

અફઘાનિસ્તાનનો ભારત પ્રવાસ

મેચ તારીખ સ્થળ
પ્રથમ T20 મેચ 11 જાન્યુઆરી મોહાલી
બીજી T20 મેચ 14 જાન્યુઆરી ઈંદોર
ત્રીજી T20 મેચ 17 જાન્યુઆરી બેંગાલુરૂ

ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ

મેચ તારીખ સ્થળ
પ્રથમ ટેસ્ટ 25થી 29 જાન્યુઆરી હૈદરાબાદ
બીજી ટેસ્ટ 2થી 6 ફેબ્રુઆરી વિશાખાપટ્ટનમ
ત્રીજી ટેસ્ટ 15થી 19 ફેબ્રુઆરી રાજકોટ
ચોથી ટેસ્ટ 23થી 27 ફેબ્રુઆરી રાંચી
5મી ટેસ્ટ 7થી 11 માર્ચ ધર્મશાળા

ભારતી ટીમ નવેમ્બરથી માર્ચ સુધી સળંગ 4 મહિના સુધી ભયંકર ક્રિકેટ રમશે. આ દરમિયાન 10 T20, 3 વનડે અને 7 ટેસ્ટ મેચ બાકી છે. જે બાદ ફરી માર્ચના અંતમાં IPL 2024 શરૂ થશે. IPL બાદ 4 જૂનથી T20 વર્લ્ડકપની શરૂઆત થશે. T20 વર્લ્ડકપ આ વખતે વેસ્ટ ઈન્ડિઝ અને USAની મેજબાનીમાં થશે.

  • Follow us on: