• અંડર-19 વર્લ્ડ કપની સર્વશ્રેષ્ઠ ટીમની કરી જાહેરાત
  • ભારતના ઉદય સહારન, મુશીર ખાન, સચિન દાસ અને સૌમ્ય પાંડે સામેલ
  • ઓસ્ટ્રેલિયાના 3, દ.આફ્રિકાના 2 અને વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાનના 1-1 ખેલાડી સામેલ

2023 વર્લ્ડ કપની જેમ 2024 અંડર -19 વર્લ્ડકપમાં પણ કાંગારુઓએ ફાઈનલમાં ભારતને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી. 14 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાઈ ટીમે અંડર -19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. કાંગારુઓએ પહેલીવાર ફાઈનલમાં ભારતને હરાવવામાં સફળતા મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં પ્રબળ દાવેદાર માનવામાં આવતી ટીમ ઈન્ડિયાને 79 રનથી હરાવ્યું છે. જો કે ફાઈનલ પહેલા ભારતીય ટીમને ટૂર્નામેન્ટમાં કોઈ હરાવી શક્યુ નથી. હવે આઈસીસીએ ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટની જાહેરાત કરી છે. આ ટીમમાં 4 ભારતીય ખેલાડીઓને જગ્યા મળી છે.

અંડર-19 વર્લ્ડ કપની સર્વશ્રેષ્ઠ ટીમની કરી જાહેરાત

આઈસીસીએ 2024 અંડર-19 વર્લ્ડ કપની સર્વશ્રેષ્ઠ ટીમની જાહેરાત કરી છે. આઈસીસીએ ઓસ્ટ્રેલિયાના ખિતાબ જીતાડનારા હ્યૂ વીબગેનને પોતાની ટીમની કમાન સોપી છે. મિડલ ઓર્ડર માટે આઈસીસીએ ભારતના 3 ખેલાડીને ટીમમાં જગ્યા આપી છે. આ સિવાય એક ભારતીય સ્પિનરને પણ ટીમમાં સામેલ કરાયા છે.

 

ભારતના આ ખેલાડીઓને મળી જગ્યા

આઈસીસીની ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં ભારતના ઉદય સહારન, મુશીર ખાન, સચિન દાસ અને સૌમ્ય પાંડેને સામેલ કરાયા છે. આ તમામે ટૂર્નામેન્ટમાં સારું પરફોર્મ કર્યું હતું. આ ટીમમાં ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના 3, દ. આફ્રિકાના 2 અને વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાનના 1-1 ખેલાડીને સ્થાન મળ્યું છે.

અંડર-19 વર્લ્ડ કપ 2024 માટે આઈસીસીની ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ

લુઆન ડ્રે પ્રીટોરિયસ (વિકેટકીપર), હેરી ડિક્સન, હ્યૂ વીબગેન (કેપ્ટન), મુશીર ખાન, ઉદય સહારન, સચિન દાસ, નાથન એડવર્ડ, કેલમ વિડલર, ઉબેદ શાહ, ક્કેના મફાકા અને સૌમ્ય પાંડે. 

  • Follow us on: