- આજે ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલ મેચ રમવાની છે
- વડોદરાના એક કલાકારે અનોખી રીતે ભારતીય ટીમને કર્યો સપોર્ટ
- ભારતીય ખેલાડીઓને સપોર્ટ કરવા કોફીથી બનાવી પેઈન્ટિંગ
ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડકપની સેમીફાઈનલ મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. વરસાદના કારણે માત્ર એક મેચ રમાઈ શકી ન હતી. ટી20 વર્લ્ડકપમાં આજે ભારત અને ઈંગ્લેન્ડની મેચ પહેલા વડોદરાના એક કલાકારે ભારતીય ખેલાડીઓને સપોર્ટ કરવા માટે કોફીથી તેમની પેઈન્ટિંગ બનાવી છે.
ઈંગ્લેન્ડ-ભારત વચ્ચે ટક્કર
આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડકપ 2024ની બીજી સેમિફાઈનલ મેચ આજે એટલે કે 27 જૂન ગુરુવારે ભારત અને વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં બે ભૂતપૂર્વ ચેમ્પિયન વચ્ચેની આ ટક્કર થશે. પ્રથમ સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 9 વિકેટથી હરાવીને પહેલી વખત આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં જગ્યા બનાવી છે, જ્યાં હવે તેનો સામનો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમીફાઈનલના વિજેતા સાથે થશે.
ઈંગ્લેન્ડને હરાવીને ટાઈટલ મેચમાં પ્રવેશવાની તક
દક્ષિણ આફ્રિકાની જેમ ટીમ ઈન્ડિયા પણ હાલમાં ટૂર્નામેન્ટમાં વિજય રથ પર સવાર છે. ભારતે સુપર-8માં ભૂતપૂર્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારત પાસે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને ટાઈટલ મેચમાં પ્રવેશવાની તક છે. ટી20 વર્લ્ડકપ 2022ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમે ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું અને હવે ભારત પાસે આ હારનો બદલો લેવાની તક છે.