- વર્લ્ડકપ બાદ રોહિત શર્માની દીકરીનો જુનો વીડિયો વાયરલ
- રોહિત શર્માએ છેલ્લી T20 મેચ નવેમ્બર 2022માં રમી હતી
- રોહિત શર્મા ટી20 કારકિર્દીમાંથી લઈ શકે છે નિવૃત્તિ
વર્લ્ડકપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સલામે ભારતનો છ વિકેટથી પરાજય થયા બાદ ત્રીજો ODI વર્લ્ડકપ ટાઇટલ જીતવાનું ભારતનું સપનું તૂટી ગયું હતું. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે ફાઈનલ પહેલા વર્લ્ડકપમાં રમાયેલી તમામ 10 મેચો જીતી હતી, પરંતુ ફાઈનલ મેચ જીતવામાં નિષ્ફળ રહી હતી. આ હાર બાદ ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓની હાલતનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આ હારની અસર ભારતીય કેપ્ટન રોહિત શર્મા પર પણ જોવા મળી રહી છે.
રોહિતની દીકરીનો એક જુનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મૂળ રીતે એક વર્ષ પહેલા સામે આવેલ આ વિડિયોમાં રોહિતની પુત્રી સમાયરા કહેતી દેખાઈ રહી છે, "તે એક રૂમમાં છે, તે લગભગ પોઝિટિવ છે અને એક મહિનાની અંદર તે ફરીથી હસશે." આ વીડિયો નવેમ્બર 2022માં ભારતની T20 વર્લ્ડકપ સેમિફાઇનલમાં હાર બાદનો છે.
ટી20 કારકિર્દીમાંથી નિવૃત્તિ લઈ શકે
ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રોહિતના હવે T20 ઈન્ટરનેશનલ રમવાની કોઈ શક્યતા નથી. ODI વર્લ્ડકપની શરૂઆત પહેલા તેણે સૌથી ટૂંકા ફોર્મેટમાં તેના ભવિષ્ય વિશે ચર્ચા કરી હતી. નવેમ્બર 2022માં ભારતની T20 વર્લ્ડકપ સેમિફાઇનલમાંથી બહાર થયા બાદ રોહિતે સૌથી ટૂંકા ફોર્મેટમાં એક પણ મેચ રમી નથી. ત્યારપછી હાર્દિક પંડ્યાએ મોટાભાગની T20 ઈન્ટરનેશનલ મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે.
રોહિત શર્માએ સ્વેચ્છાએ T-20થી દૂર રહેવાનું કહ્યું
36 વર્ષીય ભારતીય કેપ્ટન રોહિત શર્મા 148 T20 મેચ રમ્યો છે. જેમાં તેણે 140ની આસપાસના સ્ટ્રાઈક રેટથી ચાર સદી સાથે 3853 રન બનાવ્યા હતા. રોહિત છેલ્લા એક વર્ષમાં એકપણ ટી20 મેચ રમ્યો નથી. તેનું ધ્યાન ODI વર્લ્ડ કપ પર હતું. તેણે આ અંગે પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર સાથે પણ વાત કરી હતી. તેણે સ્વેચ્છાએ T-20થી દૂર રહેવાનું કહ્યું છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, "આ સંપૂર્ણપણે રોહિતનો નિર્ણય છે."