ન્યૂઝીલેન્ડની ટીમ અફઘાનિસ્તાન સાથે ટેસ્ટ મેચ રમવા માટે ભારતના પ્રવાસે છે. ગ્રેટર નોઈડામાં અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે. આ અંગે હવે ન્યૂઝીલેન્ડની ટીમે બેટિંગ કોચ અને સ્પિન બોલિંગ કોચની પસંદગી કરી છે. એક ભારતીય દિગ્ગજ બેટિંગ કોચની ભૂમિકામાં જોવા મળશે.


ભારતને T20 ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા

આ અનુભવીએ ટી20 વર્લ્ડકપ 2024માં ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજને અફઘાનિસ્તાન સામેની આગામી વન-ઑફ ટેસ્ટ માટે બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ મેચ સોમવારથી ગ્રેટર નોઈડા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાશે.

વિક્રમ રાઠોડ બન્યા નવા બેટિંગ કોચ

ભારતીય ટીમના પૂર્વ બેટિંગ કોચ વિક્રમ રાઠોડે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા અફઘાનિસ્તાન સાથેની એકમાત્ર ટેસ્ટ માટે બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. T20 વર્લ્ડકપ 2024 દરમિયાન વિક્રમ રાઠોડે ભારતીય બેટ્સમેનો સાથે ઘણું કામ કર્યું હતું. વિક્રમે પોતાની બેટિંગમાં સુધારો કરવા માટે ઘણી મહેનત કરી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી. તમને જણાવી દઈએ કે, રાઠોડે 2012માં રાષ્ટ્રીય ટીમ સિલેક્ટર બનતા પહેલા 90ના દાયકાના અંતમાં ભારત માટે 6 ટેસ્ટ મેચ રમી હતી.


રંગના હેરાથ બન્યા સ્પિન બોલિંગ કોચ

આ સિવાય શ્રીલંકાના પૂર્વ સ્પિન બોલર રંગના હેરાથને પણ મોટી જવાબદારી મળી છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે અફઘાનિસ્તાન સાથેની ટેસ્ટ મેચ માટે રંગના હેરાથને ન્યૂઝીલેન્ડ ટીમના નવા સ્પિન બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. જેના કારણે હવે કિવી ટીમનો સ્પિન બોલિંગ વિભાગ વધુ મજબૂત બની શકે છે. રંગના હેરાથે પોતાની ક્રિકેટ કારકિર્દીમાં શ્રીલંકા તરફથી બોલિંગ કરતી વખતે ટેસ્ટ ક્રિકેટમાં 433 વિકેટ લીધી હતી.

માહિતી આપતાં ન્યૂઝીલેન્ડ ટીમના કોચ ગેરી સ્ટેડે કહ્યું કે હેરાથ અને રાઠોડ ટીમને માત્ર નવી માહિતી જ નહીં આપે પરંતુ સ્થાનિક પરિસ્થિતિઓ વિશે પણ માહિતી આપશે. અમે રંગના અને વિક્રમને અમારા ટેસ્ટ ગ્રૂપમાં જોડાવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.

  • Follow us on: