• વિનેશ ફોગાટ ઓલિમ્પિકના ફાઇનલ મુકાબલામાંથી બહાર
  • પીએમ મોદી સહિત રાજકીય દિગ્ગજો આપી રહ્યા છે સાંત્વના
  • કાકા મહાવીર ફોગાટની પ્રતિક્રિયા આવી સામે

પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટને ઝટકો લાગ્યો છે. 100 ગ્રામ વજન વધારે હોવાથી તેને ડિસ્ક્વોલિફાય કરી દેવામાં આવી છે. આ અંગે પીએમ મોદી સહિત રાજકીય દિગ્ગજોએ દુઃખ વ્યક્ત કર્યુ હતું. ત્યારે આ મામલે વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટની પ્રતિક્રિયા સામે આવી છે.

નિરાશ ન થશો- મહાવીર ફોગાટ

આ અંગે મહાવીર ફોગાટે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આખા દેશને મેડલની અપેક્ષા હતી. મારી સાથે આખો દેશ દુઃખી છે. મને ખબર પડી કે તેનું વજન 150 ગ્રામ વધારે હતું જેના કારણે તેને અયોગ્ય ઠેરવવામાં આવી. તેમણે વધુમાં કહ્યું કે નિયમમાં 50 -100 ગ્રામ વજન વધારે હોય તો ચલાવી લેવાય છે. પરંતુ હું દેશવાસીઓને કહેવા માગુ છું કે નિરાશ ન થશો. એક દિવસ તે ગોલ્ડ જરૂર લાવશે. હું તેને આવતી ઓલિમ્પિક માટે તૈયાર કરીશ.


કિરણ રિજિજૂએ આપી પ્રતિક્રિયા

આ અંગે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે તમે હંમેશા ભારત માટે આશા અને ગૌરવનું કિરણ રહ્યા છો. આ સમાચાર ઘણા દુઃખી કરનારા છે. પરંતુ આવી ક્ષણોમાં જ તમારી સાચી તાકાત ચમકે છે. . અતૂટ સમર્પણથી ભરપૂર તમારી યાત્રા મે જોઇ છે. અમે તમારામાં વિશ્વાસ છે વિનેશ. ભારત તમારી સાથે ઉભું છે, તમને દરેક પગલા પર પ્રોત્સાહિત કરે છે.


  • Follow us on: