- વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી ડિસક્વોલીફાય જાહેર કરવામાં આવી
- પીએમ મોદીએ મોદીએ ફોગાટની હિમ્મત વધારી હતી
- વિનેશ ફોગાટને બેહોશ થઇવી જતા હોસ્પિટલમાં દાખલ
ભારતની આશાઓને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર રેસલર વિનેશ ફોગાટને 2024 પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસક્વોલીફાય જાહેર કરવામાં આવી છે. તે ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ હવે તે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે વિનેશ ફોગાટ આજે 50 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં ભાગ લઈ શકશે નહીં. પીએમ મોદીએ મોદીએ ફોગાટની હિમ્મત વધારી હતી. આ સમાચાર સાંભળી વિનેશ ફોગાટને બેહોશ તથા હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. જાણો સમગ્ર ઘટનાક્રમ
ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ
વિનેશ ફોગાટ ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બનીને ઇતિહાસ રચ્યો હતો. વિનેશ ગોલ્ડ મેડલ જીતનારી ત્રીજી વ્યક્તિગત ભારતીય એથ્લેટ (અભિનવ બિન્દ્રા, નીરજ ચોપરા ઉપરાંત) બનવાથી માત્ર એક જીત દૂર હતી. ફાઇનલમાં તેનો મુકાબલો યુએસએની એન સારાહ હિલ્ડેબ્રાન્ડ સાથે થવાનો હતો. વિનેશે મહિલા કુશ્તીની 50 કિગ્રા વર્ગમાં સુસાકીને હરાવીને મોટો અપસેટ સર્જ્યા બાદ યુક્રેનની ઓકસાના લિવાચને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ક્યુબાની કુસ્તીબાજ યુસ્નેલિસ ગુઝમેને સેમિફાઇનલમાં વિનેશ ફોગાટને 5-0થી હરાવી હતી.
ડિસક્વોલીફાઇ જાહેર કરાઇ
વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી, આમ ભારતના ઓલિમ્પિક અભિયાનને મોટો ફટકો પડ્યો છે. સૂત્રોએ આજે જણાવ્યું કે તેનું વજન 50 કિલો સાથે મેળ ખાતું નથી. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ કહ્યું કે તે ખેદજનક છે કે ભારતીય દળ વિનેશ ફોગાટને મહિલા કુસ્તી 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય ઠેરવવાના સમાચાર શેર કરે છે. ટીમ દ્વારા રાતોરાત કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસો છતાં, આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હતું. આ સમયે ટીમ તરફથી વધુ કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે.
ભારતે કર્યો વિરોધ
પેરિસ ઓલિમ્પિકમાં મહિલા કુશ્તીની 50 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. વિનેશ ફોગાટને ડિસક્વોલીફાય કરવામાં આવ્યા છે. ભારતે આ નિર્ણયનો વિરોધ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિનેશ ફોગાટને વધારે વજનના કારણે અયોગ્ય જાહેર કરવામાં આવી છે.
પીએમ મોદીએ લખ્યું, તમે ચેમ્પિયન છો!
PM મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે તમે ચેમ્પિયનના ચેમ્પિયન છો. વિનેશ તમે ભારતનું ગૌરવ છો. દરેક ભારતીય માટે પ્રેરણોસ્ત્રોત છો. આજનો ઘટનાક્રમ આઘાતજનક છે. શબ્દોમાં તેનું વર્ણન ન કરી શકાય. તમે વધુ મજબૂત થઇ કમબેક કરશો. અમે તમારા માટે પ્રાર્થના કરીએ છીએ.
સંસદમાં હોબાળો
રેસલર વિનેશ ફોગાટ ફાઇનલમાં નહી રમી શકે. તેનું ઓવરવેઇટ હોવાથી તેઓ ડિસ્ક્વોલિફાય થયા છે. ત્યારે સંસદના ચોમાસા સત્રમાં આ મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષે આ મામલે ભારત સરકાર હસ્તક્ષેપ કરે તેવી માગ કરી હતી. ત્યારે હવે આ મામલે બપોરે 3 વાગે આ અંગે રમતગમત મંત્રી સંસદમાં જવાબ રજૂ કરશે.
મારી સાથે આખો દેશ દુઃખી- મહાવીર ફોગાટ
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટને વધુ વજનના કારણે મહિલા કુસ્તી 50 કિગ્રા કેટેગરીમાં અયોગ્ય જાહેર કરવા પર તેના કાકા મહાવીર ફોગાટે કહ્યું કે સમગ્ર દેશ મેડલની અપેક્ષા રાખતો હતો. મારી સાથે આખો દેશ દુઃખી છે. મને ખબર પડી કે 150 કિગ્રા. ગ્રામ વજન વધારે હતું.
વિનેશ ફોગાટ હોસ્પિટલમાં દાખલ
વિનેશ ફોગાટ બેભાન થઈ ગઈ છે, ત્યારબાદ તેને પેરિસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેને IV પ્રવાહી આપવાની ભલામણ કરવામાં આવી છે. ડીહાઈડ્રેશનના કારણે વિનેશને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.