- ઓવરવેટને લઈને લેવાયો નિર્ણય
- 50 કિલોથી વધારે વજનને લઈને લેવોયો નિર્ણય
- કુશ્તીની ફાઈનલ મેચ નહીં રમી શકે
ભારતની આશાઓને મોટો ફટકો પડ્યો છે. સ્ટાર રેસલર વિનેશ ફોગાટને 2024 પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસક્વોલીફાય જાહેર કરવામાં આવી છે. તે ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ હવે તે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે વિનેશ ફોગાટ આજે 50 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં ભાગ લઈ શકશે નહીં.
અહેવાલો અનુસાર, વિનેશ ફોગાટનું વજન નિર્ધારિત મર્યાદા કરતા 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું છે. નિયમો અનુસાર, કોઈપણ કુસ્તીબાજને કોઈપણ કેટેગરીમાં માત્ર 100 ગ્રામ વધારાનું વજનની છુટ આપવામાં આવે છે, પરંતુ વિનેશનું વજન આનાથી વધુ હતું.
ભારતે વિરોધ જતાવ્યો
પેરિસ ઓલિમ્પિકમાં મહિલા કુશ્તીની 50 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. વિનેશ ફોગાટને ડિસક્વોલીફાય કરવામાં આવ્યા છે. ભારતે આ નિર્ણયનો વિરોધ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિનેશ ફોગાટને વધારે વજનના કારણે અયોગ્ય જાહેર કરવામાં આવી છે.
IOAએ આપી પ્રતિક્રીયા
ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ કહ્યું કે ભારતીય દળ વિનેશ ફોગાટને મહિલા કુસ્તી 50 કિગ્રા વર્ગમાંથી ડિસક્વોલીફાય કરવામાં આવી છે. ટીમ દ્વારા રાતોરાત કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસો છતાં, આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હતું. આ સમયે ટીમ તરફથી વધુ કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે.
વિનેશ ફોગટને મોટો ઝટકો
ભારતીય ઓલિમ્પિક સંઘે પણ વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવાની પુષ્ટિ કરી છે. IOAએ નિવેદનમાં કહ્યું કે વિનેશ ફોગાટને 50 કિ.ગ્રા. કામને કુસ્તી મેચમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યો છે. વિનેશ ફોગટનું વજન નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાનું જાણવા મળ્યું હતું. વિનેશની ગેરલાયકાત બાદ હવે 50 કિ.ગ્રા. કેટેગરીમાં કોઈ કુસ્તીબાજને સિલ્વર મેડલ નહીં મળે. હવે અમેરિકન રેસલરને આ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મળશે.
મહાવીર ફોગાટે આપી પ્રતિક્રીયા
જ્યારે વિનેશ ફોગટને અયોગ્ય ઠેરવવામાં આવી ત્યારે તેના કાકા દ્રોણાચાર્ય પુરસ્કાર મહાવીર ફોગટે કહ્યું કે ખોરાક ખાવાથી પણ આવું થઈ શકે છે. તેણે કહ્યું કે વધારે વજન હોવાને કારણે ઓલિમ્પિકમાં અયોગ્ય ગણાય છે. આનો કોઈ ઉકેલ નથી. મહાવીર ફોગાટે કહ્યું કે આવું પહેલા જોવા મળ્યું નથી. ભવિષ્યમાં વધુ મહેનત કરશે. હું મારી પુત્રી સંગીતાને પણ કુસ્તીમાં સામેલ કરીશ.
જાણો શું તે હજુ પણ બ્રોન્ઝ કે સિલ્વર મેડલ મેળવી શકશે?
નિયમો અનુસાર અયોગ્ય જાહેર થયા બાદ હવે રેસલર વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક 2024માં કોઈ મેડલ જીતી શકશે નહીં. મતલબ કે ફાઇનલમાં પહોંચવા છતાં વિનેશે મેડલ વિના ઘરે પરત ફરવું પડશે. તે સ્પષ્ટ છે કે ફાઇનલમાં પહોંચવા છતાં, ગોલ્ડ મેળવવાની વાત છોડી દો, હવે વિનેશ ફોગાટને સિલ્વર અને બ્રોન્ઝ પણ ગુમાવવો પડશે.