- આજે વિનેશ ફોગાટના કેસમાં ચૂકાદો આવી શકે છે
- આ કેસની સુનાવણી 9 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ હતી
- વિનેશ ફોગાટને ફાઈનલ મેચ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવી
આજે વિનેશ ફોગાટ કેસમાં ચુકાદો આવી શકે છે. આ કેસની સુનાવણી 9 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ હતી. આજે રાત્રે 9:30 વાગે નક્કી થશે કે વિનેશ સિલ્વર મેડલ મેળવશે કે નહીં. જો કે એડહોક પેનલ 24 કલાકમાં પોતાનો નિર્ણય આપે છે, પરંતુ વિનેશના કેસમાં તેઓએ સમય લીધો છે. અગાઉ નિર્ણય 10 ઓગસ્ટે આવવાનો હતો, પરંતુ બાદમાં તેને થોડા દિવસો માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો.
વિનેશ ફોગટના વકીલ વિદુષ્પત સિંઘાનિયાનું નિવેદન
વિનેશ ફોગટના કેસમાં વકીલ વિદુષ્પત સિંઘાનિયાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 'તેમને આશા છે કે નિર્ણય વિનેશ ફોગાટના પક્ષમાં આવશે.' આ વખતે સમય લંબાવવામાં આવ્યો છે. તેણે વધુમાં કહ્યું કે, 'વિનેશ ફોગાટના ફ્રેન્ચ વકીલોએ પહેલાથી જ તેમની અરજી દાખલ કરી દીધી હતી. આ અરજી બાદ જ CASને લાગ્યું કે તેમણે આ મામલે સુનાવણી કરવી જોઈએ. તેમણે અમને અમારો પક્ષ રજૂ કરવાની તક પણ આપી, જેના કારણે અમે અમારી વાત રજૂ કરી શક્યા. વિનેશની અરજી તથ્યો પર હતી.
મેડલના પ્રશ્ન પર તેણે કહ્યું, 'અમને મેડલ મળવાની આશા છે, તેથી જ અમે આટલી મહેનત કરી છે. આ કારણોસર અમે અરજી દાખલ કરી છે. એડહોક પેનલ આ વખતે સમય લઈ રહી છે કારણ કે તેઓ મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છે. અમને વિશ્વાસ છે કે નિર્ણય અમારી તરફેણમાં આવશે.
ફાઈનલ મેચ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવી
પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા કેટેગરીની મહિલા કુસ્તીમાં ગોલ્ડ મેડલ મેચ પહેલા, વિનેશને 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જેની સામે વિનેશ ફોગાટે CASમાં અપીલ કરી હતી.