ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 280 રને જીતી લીધી છે. હવે બંને ટીમો સીરીઝની બીજી અને છેલ્લી મેચમાં સામસામે ટકરાશે. આ મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે, જે 27 સપ્ટેમ્બરથી શરૂ થશે. પરંતુ આ મેચ પહેલા વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આ બંને દિગ્ગજો એકબીજાને કિસ કરતા જોવા મળે છે. આ વીડિયોએ બધાને હેરાન કરી દીધા છે. પરંતુ વીડિયોની સત્યતા જાણીને તમે હેરાન થઈ જશો.


વિરાટ-ગંભીરે એકબીજાને કરી કિસ?

બંને ટીમો વચ્ચે રમાઈ રહેલી આ ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે બંને દિગ્ગજ પ્રેક્ટિસ સેશન દરમિયાન એકબીજાને કિસ કરી રહ્યા છે. પરંતુ આ વીડિયો વાસ્તવિક નથી. ખરેખર, વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના એક ફોટો સાથે છેડછાડ કરવામાં આવી છે અને AIની મદદથી તેને વીડિયોમાં કન્વર્ટ કરવામાં આવ્યો છે.

 

પ્રેક્ટિસ દરમિયાન સાથે જોવા મળ્યા કોહલી-ગંભીર

વાસ્તવમાં કાનપુરમાં નેટ પ્રેક્ટિસ દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર એકબીજા સાથે સમય પસાર કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન ગંભીરે કોહલીની દાઢીને સ્પર્શ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે વિરાટની દાઢી પર કંઈક લાગ્યું હશે, જેને ગંભીરે હટાવી દીધું હતું. આ ફોટો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો. હવે આ ફોટોનો ઉપયોગ કરીને આ વીડિયો બનાવવામાં આવ્યો છે.

 

ડીપફેક વીડિયોનો શિકાર બન્યા કોહલી-ગંભીર

આ પહેલીવાર નથી, વિરાટ આ પહેલા પણ ડીપફેક વીડિયોનો શિકાર બની ચૂક્યો છે. ગયા મહિને પણ તેનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે શુભમન ગિલની આકરી ટીકા કરી રહ્યો હતો અને પોતાને લિજેન્ડ ગણાવી રહ્યો હતો. પરંતુ તે વીડિયો પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો. વિરાટ સિવાય સચિન તેંડુલકરનો ડીપફેક વીડિયો પણ વાયરલ થયો છે. આ સિવાય ઘણી સેલિબ્રિટીઓ છે જે તેનો શિકાર બની છે.


  • Follow us on: