આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2024 3 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. જેના માટે તમામ દેશોની ટીમો UAE પહોંચી રહી છે. પહેલા આ ટૂર્નામેન્ટની યજમાની બાંગ્લાદેશના હાથમાં હતી પરંતુ પાડોશી દેશમાં બગડતી પરિસ્થિતિને જોતા ICCએ T20 વર્લ્ડ કપ UAEમાં યોજવાનો નિર્ણય લીધો છે. કેપ્ટન હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ પણ UAE પહોંચી ગઈ છે. વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં ફેન્સ આતુરતાથી ભારત અને પાકિસ્તાન મેચની રાહ જુએ છે. વિમેન્સ હોય કે મેન્સ વર્લ્ડ કપ, આ મેચનો રોમાંચ જ અલગ છે.


આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે મેચ

મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચેની મેચ 6 ઓક્ટોબરે ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે રમાશે. આ મેચની ટિકિટના ભાવ પણ જાહેર કરવામાં આવ્યા છે. મેચની ટિકિટની કિંમત જાણીને તમે પણ હેરાન થઈ જશો.

 

ટિકિટની કિંમત આટલી હશે

જો તમે પણ સ્ટેડિયમમાં બેસીને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માંગો છો, તો તમે વેબસાઈટ t20worldcup.platinumlist.net પર મેચની ટિકિટ બુક કરી શકો છો. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બાદ સાંજે આ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચે મેચ રમાશે. આને ધ્યાનમાં લેતા બંને મેચ માટે માત્ર એક જ ટિકિટ મળશે. જેની સૌથી ઓછી કિંમત 15 દિરહામ એટલે કે 342 રૂપિયા રાખવામાં આવી છે. ટિકિટની કિંમત અલગ અલગ સ્ટેન્ડ પ્રમાણે રાખવામાં આવી છે.

 

વર્લ્ડ કપમાં ઘણી ટીમો ભાગ લઈ રહી છે

આ વખતે મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં 10 ટીમો રમતા જોવા મળશે. આ 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. બંને ગ્રુપમાં 5-5 ટીમો હશે. ગ્રુપ Aમાં ભારતની સાથે પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની ટીમોને રાખવામાં આવી છે.


  • Follow us on: