• રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા વચ્ચે મેચ
  • બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે મેચ
  • વિરાટ કોહલીએ RCB માટે સૌથી વધુ સિકસ ફટકારી

IPL 2024ની 10મી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે. બેંગલુરુના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. આવી સ્થિતિમાં પ્રથમ બેટિંગ કરવા આવેલા RCBના ઓપનર વિરાટ કોહલીએ આવતાની સાથે જ ઝડપથી રન બનાવવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન તેણે મહેન્દ્ર સિંહ ધોનીનો એક મહત્વપૂર્ણ રેકોર્ડ પણ તોડ્યો હતો.

ધોની અને ગેલને પાછળ છોડી દીધા

કોલકાતા સામે 3 સિક્સર ફટકાર્યા બાદ વિરાટે IPLમાં 240 સિક્સર પૂરી કરી. આ સાથે તેણે એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે. ધોનીએ IPLની 252 મેચોની 218 ઇનિંગ્સમાં 239 સિક્સર ફટકારી છે. જ્યારે વિરાટે IPLની 240 મેચોની 232 ઇનિંગ્સમાં અત્યાર સુધી 240 સિક્કા ફટકાર્યા છે. વિરાટ લીગમાં ચોથા નંબર પર સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. આ સિવાય તે RCB તરફથી સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન પણ બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ક્રિસ ગેલ (239)ના નામે હતો.

RCB માટે સૌથી વધુ સિકસ

  • 240*- વિરાટ કોહલી
  • 239 - ક્રિસ ગેલ
  • 238 - એબી ડી વિલિયર્સ
  • 67 - ગ્લેન મેક્સવેલ
  • 50 - ફાફ ડુ પ્લેસિસ

IPLમાં સૌથી વધુ સિકસ

  • ક્રિસ ગેલ- 357
  • રોહિત શર્મા- 261
  • એબી ડી વિલિયર્સ- 251
  • વિરાટ કોહલી- 240*

  • Follow us on: