- આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ
- વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
- કોહલીએ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 1000 રન બનાવ્યા
વર્લ્ડકપ 2023ની 33મી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વિરાટ કોહલીએ આ રોમાંચક મેચમાં શાનદાર બેટિંગ કરીને એક ખાસ સિદ્ધિ મેળવી છે. તેણે ODI ફોર્મેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 1000 રન બનાવવાના મામલે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. સચિને તેની ક્રિકેટ કારકિર્દી દરમિયાન સાત વખત ODIમાં એક કેલેન્ડર વર્ષમાં 1000 થી વધુ રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલીએ આ આંકડો આઠ વખત હાંસલ કર્યો છે.
સચિન તેંડુલકરે 1994માં પહેલીવાર 1000નો આંકડો પાર કર્યો હતો. આ પછી તેણે વર્ષ 1996, 1997, 1998, 2000, 2003 અને 2007માં આ પરાક્રમનું પુનરાવર્તન કર્યું. જ્યારે કિંગ કોહલીએ વર્ષ 2011માં પહેલીવાર 1000નો આંકડો પાર કર્યો હતો. આ પછી તે વર્ષ 2012, 2013, 2014, 2017, 2018, 2019 અને 2023માં એક કેલેન્ડર વર્ષમાં 1000થી વધુ રન બનાવવામાં સફળ રહ્યો.
1000 ODI રન બનાવનાર ખેલાડીઓ:
વિરાટ કોહલી (ભારત): 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2023
સચિન તેંડુલકર (ભારત): 1994, 1996, 1997, 1998, 2000, 2003, 2007
સૌરવ ગાંગુલી (ભારત): 1997, 1998, 1999, 2000, 2002, 2007
કુમાર સંગાકારા (શ્રીલંકા): 2004, 2006, 2011, 2012, 2013, 2014
રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા): 1998, 1999, 2003, 2005, 2007, 2009
મોહમ્મદ યુસુફ (પાકિસ્તાન): 2000, 2002, 2003, 2007
રોહિત શર્મા (ભારત): 2013, 2017, 2018, 2019
સનથ જયસૂર્યા (શ્રીલંકા): 1997, 2001, 2002, 2006
મહેલા જયવર્દને (શ્રીલંકા): 2001, 2006, 2007, 2011
તિલકરત્ને દિલશાન (શ્રીલંકા): 2009, 2012, 2013, 2015
એમએસ ધોની (ભારત): 2007, 2008, 2009
એબી ડી વિલિયર્સ (દક્ષિણ આફ્રિકા): 2007, 2013, 2015
રાહુલ દ્રવિડ (ભારત): 1994, 2004, 2005
આજની મેચમાં કોહલીનું પ્રદર્શન
મુંબઈમાં શ્રીલંકા સામે વિરાટ કોહલીનું બેટ જોરદાર જઈ રહ્યું છે. તેની શાનદાર બેટિંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે વિપક્ષી ટીમ સામે સારી બેટિંગ કરતા તેની ODI કારકિર્દીની 70મી ફિફ્ટી પૂરી કરી છે. હાલમાં તે બ્લુ ટીમ માટે 93.10ના સ્ટ્રાઈક રેટથી 58 બોલમાં 54 રન બનાવીને મેદાનમાં છે. આ દરમિયાન તેણે 8 ફઓર ફટકારી છે.