• મહેન્દ્રસિંહ ધોની IPLમાંથી 12 કરોડ રૂપિયાની કમાણી કરે છે
  • વિરાટ કોહલીની IPLમાં સેલેરી 15 કરોડ રૂપિયા
  • બન્ને સ્ટાર ક્રિકેટરોની સંપતિ 1 હજાર કરોડથી વધુ

મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી ભારતીય ક્રિકેટના સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટરોમાં સામેલ છે. પરંતુ શું તમે બંને ક્રિકેટર્સની પ્રોપર્ટી વિશે જાણો છો? મહેન્દ્ર સિંહ ધોની IPLમાંથી 12 કરોડ રૂપિયાની કમાણી કરે છે. આ ઉપરાંત, તેમના રોકાણો, સોશિયલ મીડિયા ફી, માલિકીની બ્રાન્ડસ અને રિયલ એસ્ટેટ રોકાણ સહિત તેમની કુલ સંપત્તિ રૂ. 1000 કરોડથી વધુ છે. જ્યારે વિરાટ કોહલીની વાત કરીએ તો તેની IPLમાં સેલેરી 15 કરોડ રૂપિયા છે.આ ઉપરાંત,રોકાણ, સોશિયલ મીડિયા ફી, માલિકીની બ્રાન્ડસ અને રિયલ એસ્ટેટ રોકાણ સહિતની તેમની કુલ સંપત્તિ 1000 કરોડ રૂપિયાથી વધુ છે.

વિરાટ કોહલીની નેટવર્થ કેટલી છે

IPL સેલેરી સિવાય વિરાટ કોહલી સોશિયલ મીડિયાથી કરોડો રૂપિયા કમાય છે.વિરાટ કોહલીની કુલ સંપત્તિ 1050 કરોડ રૂપિયા છે, જે મહેન્દ્ર સિંહ ધોની કરતા વધુ છે. વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર 252 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. મહેન્દ્ર સિંહ ધોનીની સરખામણીએ વિરાટ કોહલીની કુલ સંપત્તિ અંદાજે 50 કરોડ રૂપિયા વધુ છે. જ્યારે ભારતના સૌથી અમીર ક્રિકેટરની વાત કરીએ તો સચિન તેંડુલકર ટોપ પર છે.

વિરાટ કોહલી BCCIના A++ ગ્રેડમાં

મહેન્દ્ર સિંહ ધોની IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે. તે જ સમયે, વિરાટ કોહલી BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં A++ ગ્રેડનો ભાગ છે. વિરાટ કોહલી આમાંથી કરોડો રૂપિયાની કમાણી કરે છે.

  • Follow us on: