- વિરાટ કોહલી પર મોટો આરોપ
- ઈશાંત શર્માએ લગાવ્યો આરોપ
- કેચ છોડ્યો વિરાટે, સજા મળી ઝહીરને
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં ઝહીર ખાનની ગણતરી ફાસ્ટ બોલર તરીકે કરવામાં આવે છે. વર્ષ 2011ના વનડે વર્લ્ડકપમાં ઝહીર ખાને ટીમ ઈન્ડિયાને ખિતાબ જીતવામાં પોતાની બોલિંગથી મોટું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં પણ તે લાંબા સમય સુધી ભારતીય ટીમના બોલિંગનું નૈતૃત્વ કરતા જોવા મળ્યા હતા. જો કે, ઝહીર ખાન 100 ટેસ્ટ મેચ રમી શક્યા નથી. જેને લઈ ઈશાંત શર્માએ એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, વિરાટ કોહલીના કારણે ઝહીર ખાન 100 ટેસ્ટ મેચ રમી શક્યા નથી.
કોમેન્ટ્રી દરમિયાન કર્યો ખુલાસો
ઈશાંત શર્માએ ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમવામાં આવેલી ટેસ્ટ સીરિઝમાં કોમેન્ટ્રી કરી હતી. આ દરમિયાન ઈશાંત શર્માને ઈન્ડિયાના પૂર્વ ખેલાડી આકાશ ચોપડાએ ઝહીર 100 ટેસ્ટ મેચ કેમ ન રમી શક્યા એવો સવાલ કર્યો હતો. જેના જવાબમાં ઈશાંત શર્માએ આ માટે વિરાટ કોહલીને જવાબદાર ગણાવ્યા હતા.
કોહલીએ છોડ્યો હતો કેચ
ઈશાંતે વર્ષ 2014માં ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગે વાત કરતા કહ્યું કે, ટેસ્ટ સીરિઝ દરમિયાન એક મેચમાં કોહલીએ ઝહીરની બોલ પર બ્રેંડન મૈકુલમનો કેચ છોડ્યો હતો. જે બાદ મૈકુલમે તે મેચમાં 300 કરતા વધુ રન ફટકાર્યા હતા. વિરાટે જ્યારે ઝહીરને બીજા દિવસે લંચ સમય કેચ છૂટવા અંગે માફી માંગી હતી, તો ઝહીરે કહ્યું હતું કે, કાંઈ વાંધો નહીં આપણે તેને આઉટ કરશું. જો કે, તે આઉટ થયો નહતો અને ટી સમયે કોહલીએ ફરી માફી માંગી હતી, તો ઝહીરે ફરી કહ્યું હતું કે, ચિંતા ન કરો આપણે આઉટ કરશું.
ઝહીરે કોહલી પર કર્યો આક્ષેપ
ઈશાંત શર્માએ પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે, ત્રીજા દિવસે ચાનો સમય થયો, ત્યારે પણ મૈકુલમ આઉટ થયો નહતો. જેથી કોહલીએ ફરી માફી માંગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ત્યારે ઝહીર ખાને કહ્યું હતું કે, તમે મારૂં કરિયર ખતમ કરી દીધું છે.
ઝહીરના કરિયરની છેલ્લી ટેસ્ટ
ભારતીય ટીમ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં ઝહીર ખાનની તે છેલ્લી ટેસ્ટ મેચ સાબિત થઈ છે. તેમણે ભારત માટે 92 ટેસ્ટ મેચમાં 311 વિકેટ લીધી છે. આ દરમિયાન તેમણે 11 વખત એક જ ઈનિંગમાં 5 વિકેટ લેવા સાથે એક વખત મેચમાં 10 વિકેટ પણ પ્રાપ્ત કરી હતી.
ઈશાંત શર્માના ખુલાસા બાદ ક્રિકેટ જગતમાં તૂફાન
આ ટેસ્ટ મેચમાં ભારતીય બોલરે ન્યૂઝીલેન્ડને પ્રથમ ઈનિંગમાં 192 રન પર ઓલઆઉટ કર્યા હતા. જે બાદ ભારતે બીજી ઈનિંગમાં 438 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડની બીજી ઈનિંગમાં ભારતીય બોલરોએ 94 રન આપીને 5 વિકેટ લીધી હતી, પરંતુ વિરાટ કોહલીએ માત્ર 99 રન પર બ્રેંડન મૈકુલમનો એક કેચ ડ્રોપ કર્યો હતો. જે બાદ આ બેટ્સમેને 302 રનની ઐતિહાસિક ઈનિંગ રમીને ભારત વિરુદ્ધ મેચ ડ્રો કરાવ્યો હતો.