- BCCI એ કોહલી-ગંભીર પર મેચ ફીના 100% દંડ ફટકાર્યો
- સુનીલ ગાવસ્કર માને છે કે આ સજા ઓછી છે
- મને કેટલીક મેચોમાંથી બહાર કરી દેવા જોઈએ: ગાવસ્કર
વિરાટ કોહલી, ગૌતમ ગંભીર અને નવીન-ઉલ-હક IPL 2023ની મેચમાં સોમવારની રાતના ઝઘડાથી ચર્ચામાં છે. સોશિયલ મીડિયાથી લઈને પૂર્વ ક્રિકેટર્સ સુધી મેદાન પર તેમની વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીની ચર્ચા ચાલી રહી છે. મેચ પછીની બોલાચાલી બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા તેમની મેચ ફીના 100% દંડ ફટકારવામાં આવ્યો હતો, પરંતુ મહાન ભૂતપૂર્વ ખેલાડી સુનીલ ગાવસ્કર માને છે કે આ સજા ઓછી છે. તેમને કેટલીક મેચોમાંથી બહાર કરી દેવા જોઈએ.
સુનિલ ગાવસ્કરે પ્રશ્ન કર્યો હતો કે શું દંડ એ ખાતરી આપવા માટે પૂરતો છે કે ભવિષ્યમાં આવું ક્યારેય નહીં થાય. મેચ દરમિયાન કોહલી અને નવીન-ઉલ-હક વચ્ચે બોલાચાલી થઈ અને બાદમાં વિવાદ એટલો વધી ગયો હતો કે અમ્પાયર અને અમિત મિશ્રાને હસ્તક્ષેપ કરવો પડયો હતો. BCCIએ મંગળવારે કોહલી અને ગંભીરને IPLની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ તેમની સંપૂર્ણ મેચ ફીનો દંડ ફટકાર્યો હતો. જો કે ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં ભવિષ્યમાં આવા પ્રકારના ઝઘડા ના થાય તે માટે કડક પગલાં લેવાની વાત કરી હતી.
તેમણે કહ્યું કે સારું થયું મેં થોડા સમય પહેલા જ દ્રશ્યો જોયા હતા, મેં મેચ લાઈવ જોઈ ન હતી. આ વસ્તુઓ ક્યારેય સારી લાગતી નથી. 100 ટકા મેચ ફી શું છે? વાસ્તવમાં 100 ટકા મેચ ફી શું છે? જો તે કોહલી છે, જે કદાચ RCB માટે ₹17 કરોડ મેળવે છે, જેનો અર્થ સેમિ-ફાઇનલ અને ફાઇનલ સહિતની સંભવિત 16 મેચો માટે ₹17 કરોડ. તો તમે એક કરોડ રૂપિયાની વાત કરી રહ્યા છો. શું તેના પર 1 કરોડ રૂપિયાનો દંડ લગાવાશે કે બીજું પણ ઘણુ બધું? સારું, આ એક આકરો દંડ છે.
તેમણે આગળ કહ્યું- મને ખબર નથી કે ગંભીરની શું સ્થિતિ છે. તેઓએ ખાતરી કરવી જોઈએ કે આનું પુનરાવર્તન ન થાય. તમે આશા રાખો છો કે તેનું પુનરાવર્તન થશે નહીં, કારણ કે તે આકરો દંડ છે, આટલી આકરી સજા છે. તમે પેશન સાથે ક્રિકેટ રમવા માંગો છો. જ્યારે અમે રમતા હતા એ દરમ્યાન થોડીક મજાક ઉડાવાતી હતી પરંતુ હવે જે આક્રમકતા જોઇએ છીએ તે થોડીક અલગ છે. તેના ઘણા બધા તથ્યો છે કે બધુ જ ટીવી પર પણ છે. આ તથ્યનું કારણ તમે ટીવી પર છો, તમે કદાચ તેના લીધે જ વધુ પડતું કરો છો.
બેટિંગ લિજેન્ડે વાસ્તવમાં સમાધાન તરીકે કેટલીક મેચો માટે સસ્પેન્શનનું સૂચન કર્યું હતું, જેથી તેમની સંબંધિત ટીમો પણ પરિણામ ભોગવે. તેમણે કહ્યું- મારો અભિપ્રાય છે કે કંઈક એવું કરો જે સુનિશ્ચિત કરે કે આ વસ્તુઓ ફરીથી ન થાય. જો તમે જાણો છો કે 10 વર્ષ પહેલા હરભજન અને શ્રીસંત સાથે થયું હતું, તો તમારે તેમને થોડી મેચો માટે બહાર બેસવાનું કહેવું પડશે. એ નક્કી કરો કે તમે કંઇક એવું કરો છો જે સુનિશ્ચિત કરે છે કે આવી વસ્તુઓ ના થાય અને કંઇક એવું પણ થાય જેનાથી ટીમને નુકસાન ના થાય.