ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટના 5મા દિવસની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. વરસાદને કારણે રમત મોડી શરૂ થઈ હતી. ઈનિંગની શરૂઆતમાં જ બુમરાહે કેપ્ટન લાથમને પેવેલિયન ભેગો કર્યો હતો. વિરાટ કોહલીએ સ્ટેડિયમમાં બેઠેલા ભારતીય પ્રશંસકોને ન્યૂઝીલેન્ડ પરનું દબાણ બમણું કરવા માટે ચીયર કરવાની અપીલ કરી હતી. આ પછી ચિન્નાસ્વામીનું સ્ટેડિયમ દર્શકોના નાદથી ગુંજી ઉઠ્યું હતું.


ચાહકોએ ટીમ ઈન્ડિયાને કર્યું ચીયર

ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 107 રનનો ખૂબ જ નાનો ટાર્ગેટ આપ્યો હતો. પાંચમા દિવસે તેને બચાવવા માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો ઉત્સાહ અને ભારતીય પ્રશંસકોના જુસ્સાની પણ જરૂર હતી. બેંગલુરુમાં હાજર દર્શકોએ ટીમને જરાય નિરાશ ન કર્યો. જસપ્રીત બુમરાહે 1 વિકેટ લીધી હતી અને તે બીજી વિકેટની શોધમાં હતો. ન્યુઝીલેન્ડની ટીમ દબાણમાં જોવા મળી રહી હતી. બોલિંગ અને ફિલ્ડિંગ બાદ વિરાટે તેના પર દબાણ લાવવા માટે દર્શકોની મદદ લીધી. તેણે ભારતીય પ્રશંસકોને ચીયર કરીને ઉત્સાહ વધારવાની અપીલ કરી. તેણે આ માંગણી કરતાની સાથે જ ભારતીય પ્રશંસકો બૂમો પાડવા લાગ્યા, જેના કારણે સ્ટેડિયમ તેમના અવાજથી ગૂંજી ઉઠ્યું હતું


મેચમાં ભારતની થઈ હાર

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રશંસકોનો અવાજ ટીમ ઈન્ડિયાને દબાણ બનાવવામાં મદદ કરવામાં નિષ્ફળ રહ્યો. ડેવોન કોનવે અને વિલ યંગ કોઈક રીતે બચી ગયા. જોકે, થોડી ઓવર બાદ બુમરાહે કોનવેને આઉટ કર્યો હતો. પરંતુ તેના ગયા બાદ રચિન રવિન્દ્ર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે વિલ યંગ સાથે મળીને ઇનિંગ્સની જવાબદારી સંભાળી અને ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું. બંનેએ માત્ર 51 બોલમાં 50 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીએ ન્યુઝીલેન્ડની જીત સુનિશ્ચિત કરી હતી.

  • Follow us on: