- સાઉથ આફ્રિકાના ટોની ડી જ્યોર્જીનો વીડિયો વાયરલ
- વિરાટ કોહલીને જ્યોર્જી તેને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો
- વિરાટ કોહલીએ આ મેચમાં 76 રનની ઈનિંગ રમી
વિરાટ કોહલી જ્યારે પણ મેદાન પર બેટિંગ કરવા આવે છે ત્યારે દર્શકોથી લઈને વિપક્ષી ટીમના ખેલાડીઓ સુધીનું તમામ ધ્યાન તેની તરફ જાય છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઈનિંગ દરમિયાન પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.
જ્યારે વિરાટ કોહલી બીજા દાવમાં બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યો ત્યારે તેની પાછળ ફિલ્ડિંગ કરી રહેલો સાઉથ આફ્રિકાનો ટોની ડી જ્યોર્જી સતત વિરાટ કોહલીને જોઈ રહ્યો હતો. ત્યાં સુધીમાં વિરાટ બેટિંગ કરવા માટે ક્રિઝ પર તૈયાર થઈ રહ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હવે ચાહકો પણ આ વીડિયો પર ખૂબ જ રસપ્રદ કોમેન્ટ કરી રહ્યા છે.
જ્યોર્જીનો વીડિયો વાયરલ
આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે એવું લાગે છે કે ડી'જ્યોર્જ તેના ક્રશને જોઈ રહ્યો છે. હકીકતમાં જ્યારે ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગમાં બીજી વિકેટ પડી ત્યારે વિરાટ કોહલી બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યો હતો. ત્યારે જ્યોર્જી તેને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો હતો. પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાના ઝડપી બોલરો સામે એકલા હાથે લડત આપી હતી. સતત વિકેટો પડવાને કારણે વિરાટ કોહલીએ માત્ર એક છેડેથી ઈનિંગને સંભાળી રહ્યો હતો. આ દરમિયાન 76 રનની ઝડપી ઇનિંગ પણ રમી હતી.
ભારતની કારમી હાર
બીજી ઇનિંગમાં ભારતીય ટીમ માટે વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. જો કે વિરાટ ટીમ ઈન્ડિયાને હારથી બચાવી શક્યો ન હતો. હવે વિરાટ કોહલી કેપટાઉનના મેદાન પર બીજી મેચમાં રમતો જોવા મળશે. પ્રથમ મેચમાં ભારતીય ટીમને સાઉથ આફ્રિકાએ ઇનિંગ્સ અને 32 રને પરાજય આપ્યો હતો. જે બાદ સાઉથ આફ્રિકાએ પણ સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં હારથી બચવા માટે કોઈપણ ભોગે બીજી મેચ જીતવી પડશે. પ્રથમ મેચમાં મળેલી હાર બાદ ભારતીય ટીમનું સાઉથ આફ્રિકામાં મેચ જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું છે.