• ICCએ 3 ખેલાડીને હોલ ઓફ ફેમમાં સામેલ કર્યા
  • ભારતના વિરેન્દ્ર સહેવાગને હોલ ઓફ ફેમમાં મળ્યું સ્થાન
  • ડાયના એડુલજી અને અરવિંદા ડી સિલ્વાને પણ મળ્યું સ્થાન

પૂર્વ ભારતીય ખેલાડી વિરેન્દ્ર સેહવાગની ગણતરી ક્રિકેટના ઈતિહાસના સર્વશ્રેષ્ઠ ઓપનરોમાં થાય છે. આ ખેલાડીએ પોતાની આક્રામક બેટિંગથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં ઘણી વખત મેચનું પરિણામ બદલી નાખ્યું હતું. સહેવાગે ટેસ્ટ ઉપરાંત વનડે અને T-20 ફોર્મેટમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું, ત્યારે ICCએ વિરેન્દ્ર સેહવાગને તેના હોલ ઓફ ફેમમાં સામેલ કર્યો છે. વિરેન્દ્ર સેહવાગને ક્રિકેટમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો છે.


આ ખેલાડીઓને પણ ICC હોલ ઓફ ફેમમાં સ્થાન મળ્યું

ICCએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. વિરેન્દ્ર સેહવાગ ઉપરાંત ડાયના એડુલજી અને શ્રીલંકાના પૂર્વ ખેલાડી અરવિંદા ડી સિલ્વાને ICC હોલ ઓફ ફેમમાં સ્થાન મળ્યું છે.


વિરેન્દ્ર સેહવાગનું કરિયર આવું રહ્યું

વિરેન્દ્ર સેહવાગના કરિયર પર નજર કરીએ તો આ ખેલાડીએ 104 ટેસ્ટ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઉપરાંત વિરેન્દ્ર સેહવાગે ભારત માટે 251 વનડે અને 19 T20 મેચ રમી છે. વિરેન્દ્ર સેહવાગે 104 ટેસ્ટ મેચમાં 49.34ની એવરેજથી 8 હજાર 586 રન બનાવ્યા છે. વિરેન્દ્ર સેહવાગ ભારત માટે ટેસ્ટ ફોર્મેટમાં 2 વખત ત્રેવડી સદી ફટકારનારો એકમાત્ર બેટ્સમેન છે. આ ઉપરાંત તેણે 23 ટેસ્ટ સદી ફટકારી છે. આ સાથે સેહવાગે 251 વનડે મેચમાં 35.06ની એવરેજથી 8 હજાર 273 રન બનાવ્યા છે. વિરેન્દ્ર સેહવાગે વનડે ફોર્મેટમાં 15 સદી ફટકારી છે, જ્યારે 50 રનનો આંકડો 38 વખત પાર કર્યો છે. વિરેન્દ્ર સેહવાગે ભારત માટે 19 T20 મેચમાં 21.89ની એવરેજથી 394 રન બનાવ્યા છે.

  • Follow us on: