- પૂર્વ ખેલાડી સહેવાગની ભવિષ્યવાણી
- વર્લ્ડકપમાં સૌથી વધુ રન મામલે કરી ભવિષ્યવાણી
- 'રોહિત શર્મા બનાવશે સૌથી વધુ રન'
પૂર્વ ભારતીય સલામી બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે કેપ્ટન રોહિત શર્માને લઈ ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે, વર્લ્ડકપ 2023માં રોહિત શર્મા સૌથી વધુ રન બનાવનારા ખેલાડી બનશે. તેમણે એ પણ કહ્યું કે, ભારતીય પિચ સલામી બેટ્સમેનને અનુરૂપ છે અને તેમની પાસે સલામી બેટ્સમેન તરીકે સારા રેકોર્ડ્સ છે.
ICCએ વીડિયો શેર કર્યો
ICCના ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં સહેવાગને વર્લ્ડકપ 2023માં સૌથી વધ રન બનાવનારા ખેલાડીની ભવિષ્યવાણી કરવા કહેવામાં આવ્યું હતું. જેના જવાબમાં સહેવાગે ભારતીય કેપ્ટન રોહિત શર્માનું નામ આપ્યું છે. વિરેન્દ્ર સહેવાગે કહ્યું કે, ભારતને સારી વિકેટ મળી છે. જેથી મને લાગે છે કે, સલામી બેટ્સમેનને સારી તક મળશે. જો હું કોઈ એક ખેલાડીને પસંદ કરૂં, તો મને લાગે છે કે, તે રોહિત શર્મા છે.
મોટી ટૂર્નામેન્ટમાં રોહિત કરે છે સારૂં પ્રદર્શન
આ ઉપરાંત તેમણે એ પણ કહ્યું કે, મોટી ટૂર્નામેન્ટમાં રોહિત શર્માના ઉર્જા સ્તરમાં સુધારો જોવા મળે છે. તે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. જેથી મને એવું લાગી રહ્યું છે કે, તે આ ટૂર્નામેન્ટમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. રોહિત શર્માએ ઈંગ્લેન્ડમાં આયોજીત વર્લ્ડકપ 2019માં 5 સદી સાથે રનનો ઢગલો કર્યો હતો. તે 5 મેચમાં 648 રન બનાવનારા ખેલાડી હતા.
જેક્સ કૈલિસે જોસ બટલરની કરી ભવિષ્યવાણી
દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર જેક્સ કૈલિસે પણ સૌથી વધુ રન બનાવનારા ખેલાડીની ભવિષ્યવાણી કરી છે. જેમાં તેમણે જોસ બટલરને સૌથી વધુ બનાવનારા ખેલાડી કહ્યા છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે, જોસ બટલર સૌથી વધુ રન બનાવનારા ખેલાડી બનશે.