- વસીમ જાફરે બનાવી ટીમ
- સંજૂ અને ધવનને આપ્યું સ્થાન
- ઓક્ટોબર-નવેમ્બરમાં રમાશે વર્લ્ડકપ
આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર 2023માં વનડે વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું છે. ICCએ ક્રિકેટના આ મહાકુંભના શિડ્યૂલની પણ જાહેરાત કરી દીધી છે. ભારતના 10 શહેરમાં વર્લ્ડકપના કુલ 48 મેચ રમવામાં આવશે. હજુ સુધી ભારતીય ક્રિકેટ બોર્ડે વનડે વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી નથી. આ તમામ વચ્ચે ભારતના પૂર્વ બેટ્સમેન વસીમ જાફરે 2023 વનડે વર્લ્ડકપ માટે 15 સભ્યની ટીમની પસંદગી કરી છે. જેમાં તેમણે શિખર ધવન અને સંજૂ સેમસનને સ્થાન આપ્યું છે.
શિખર ધવનને ટીમમાં આપ્યું સ્થાન
વસીમ જાફરે પોતાની ટીમમાં ત્રણ ઓપનર્સને સ્થાન આપ્યું છે. જેમાં રોહિત શર્મા, શિખર ધવન અને શુભમન ગિલ છે. તેમણે કહ્યું કે, મારી ટીમમાં ત્રણ ઓપનર્સ રહેશે. BCCI ભલે શિખર ધવનની પસંદગી ન કરે, પરંતુ હું શિખર ધવનને મારી ટીમમાં બેકઅપ ઓપનર તરીકે રાખીશ.
નંબર 3 પર વિરાટ કોહલી
વસીમે મિડલ ઓર્ડર અને સ્પિનરને લઈ કહ્યું કે, મારી ટીમમાં ત્રીજા નંબરે વિરાટ કોહલી રમશે. શ્રેયસ અય્યર નંબર 4 પર, કેએલ રાહુલ નંબર 5 અને હાર્દિક પંડ્યા નંબર 6 પર રમશે. જે બાદ મારા ત્રણ સ્પિનર રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ રમશે.
હાર્દિક પંડ્યા બોલિંગ કરશે
પૂર્વ ભારતીય ઓપનરે કહ્યું કે, વર્લ્ડકપની મારી ટીમમાં જસપ્રીત બુમરાહ, શમી અને સિરાઝ હશે. હું પ્લેઈંગ ઈલેવનમાં 2 ફાસ્ટ બોલરને પસંદ કરીશ. જેમાં સિરાઝ અને બુમરાહ મારા માટે મહત્વપૂર્ણ છે. હાર્દિક પંડ્યા પણ બોલિંગ કરશે. કારણે કે, વર્લ્ડકપ ભારતમાં રમાશે. આ ઉપરાંત હું 3 સ્પિનરને મારી ટીમમાં સ્થાન આપીશ.
વસીમ જાફરની ટીમ
રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ, સંજૂ સેમસન (રિઝર્વ વિકેટકીપર) અને શાર્દુલ ઠાકુર.