• 23 ઓગસ્ટથી દક્ષિણ આફ્રિકા સામે 3 મેચની T20ની મેચ
  • T 20ને લઇ વેસ્ટ ઈન્ડિઝની ટીમની જાહેરાત કરાઇ
  • સિરીઝ માટે પસંદ કરાયેલી ટીમમાં તોફાની બેટ્સમેનોનો સમાવેશ ન કરાયો

23 ઓગસ્ટથી દક્ષિણ આફ્રિકા સામે 3 મેચની T20 રમવા જઈ રહી છે. આ શ્રેણીમાં ભાગ લેનારી વેસ્ટ ઈન્ડિઝની ટીમની જાહેરાત કરવામાં આવી છે. સિરીઝ માટે પસંદ કરાયેલી ટીમમાં તોફાની બેટ્સમેનોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ કારણે ટીમને દક્ષિણ આફ્રિકા સામે પણ મોટું નુકસાન થઈ શકે છે.

કયા ખેલાડીઓના પત્તુ કાપવામાં આવ્યા?

વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં બે તોફાની બેટ્સમેનોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ ખેલાડીઓ છે આન્દ્રે રસેલ અને જેસન હોલ્ડર. કહેવામાં આવી રહ્યું છે કે બંને ખેલાડીઓએ ક્રિકેટ બોર્ડને આરામ કરવાનું કહ્યું હતું. આ પછી વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે બંને ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય લીધો છે. આ માહિતી આપતાં વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડના ડિરેક્ટરે કહ્યું કે આન્દ્રે રસેલે આરામ અને રિકવરી માટે સમય માંગ્યો છે, આ સાથે જેસન હોલ્ડરે પણ આરામ અને રિકવરી માટે વિનંતી કરી છે. જેસન હોલ્ડરે તાજેતરમાં ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે સતત 5 ટેસ્ટ મેચ રમી છે.

વેસ્ટ ઈન્ડિઝના કોચ શું કહ્યું?

વેસ્ટ ઈન્ડિઝના મુખ્ય કોચ ડેરેન સેમીએ કહ્યું કે દક્ષિણ આફ્રિકાની ટીમ ઘણી મજબૂત છે. અમારી ટીમ માટે તેને ધ્યાનમાં રાખીને આયોજન કરવાની અને રમવાની આ એક શ્રેષ્ઠ તક છે. અમે તાજેતરમાં સાઉથ આફ્રિકા સામે રમ્યા, તેથી અમને ઘણું શીખવા મળ્યું. આ શ્રેણી રોમાંચક રહેશે અને મને આ પસંદ કરાયેલી ટીમ પર પૂરો વિશ્વાસ છે. ટીમની નજર 2026ના T20 વર્લ્ડ કપ પર છે. અમે એ જ પ્લાન મુજબ મેચ રમી રહ્યા છીએ. 

દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ

રોવમેન પોવેલ (કેપ્ટન), રોસ્ટન ચેઝ (વાઈસ-કેપ્ટન), એલેક અથાનાઝયે, જોન્સન ચાર્લ્સ, મેથ્યુ ફોર્ડ, શિમરોન હેટમાયર, ફેબિયન એલન, શાઈ હોપ, સમર જોસેફ, અકેલ હોસેન, ઓબેદ મેકકોય, ગુડાકેશ મોતી, નિકોલસ પૂરન, શેરફેન રૂથરફોર્ડ અને રોમારિયો શેફર્ડ

વેસ્ટ ઈન્ડિઝ વિ દક્ષિણ આફ્રિકા મેચ શેડ્યૂલ

  • 23 ઓગસ્ટ પ્રથમ T20 મેચ બ્રાયન લારા ક્રિકેટ એકેડમી
  • 25 ઓગસ્ટ બીજી T20 મેચ બ્રાયન લારા ક્રિકેટ એકેડમી
  • 27 ઓગસ્ટ ત્રીજી ટી20 મેચ બ્રાયન લારા ક્રિકેટ એકેડમી

  • Follow us on: