- કોઈ પણ બોલર માટે એની ફ્રિડમ મહત્વનીઃ ચહલ
- એક પરિવાર જેવો માહોલ હું માનું છું
- પ્લેઈંગમાં ન હોવા છતા બેસ્ટ બોલર
ભારતીય ક્રિકેટ ટીમના બોલર યુજવેન્દ્ર ચહલની ગણના ભારતના સિનિયર બોલર તરીકે થાય છે. નાનકડા કદ ધરાવતા ખેલાડીના હાથમાંથી જ્યારે બોલ છૂટે ત્યારે ભલભલો બેટ્સમેન એક વખત વિચારતો થઈ જાય છે. વર્ષ 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા ખેલાડીએ અત્યાર સુધીમાં ચાર કેપ્ટનના ગાઈડન્સમાં ક્રિકેટ મેચ રમી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શરૂ થાય એ પહેલા ચારેય કેપ્ટન (મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી) વચ્ચે શું તફાવત છે એનો જોરદાર જવાબ આપ્યો છે. ધોની સિવાય પણ ચહલે કોહલી અને શર્માની કેપ્ટનશીપમાં સારી એવી મેચ રમેલી છે.
શું બોલ્યો ચહલ
વેસ્ટ ઈન્ડિઝ સામે T20 મેચ શરૂ થાય એ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં દિલ ખોલીના વાત કરી હતી. હું એવું માનું છું કે, આપણા જ પરિવારમાં ચાર ભાઈઓ છે.મોટાભાઈ માહી છે. પછી વિરાટ, રોહિત અને હવે હાર્દિક પંડ્યા. સમીકરણ ત્યાં જ રહે છે. એમ કંઈ સ્ટ્રેટજી રાતોરાત બદલતી નથી.
મેદાન પર ઊતર્યા પછી દરેક એવું જ ઈચ્છે છે કે, એની ટીમ જીતે. એક બોલર તરીકે તે દરેક મને પૂરતી ફ્રિડમ આપી છે. જે ફ્રિડમ અમને પહેલા મળતી હતી એ જ યથાવત તેઓ પણ રાખે છે. હાર્દિક પંડ્યા પણ એ વસ્તુ મને આપે છે. બોલર પોતાનું ફિલ્ડ પોતે જ નક્કી કરી શકે છે.
પ્લેઈંગ ઈલેવનમાં નથી
છેલ્લા કેટલાક સમયથી ચહલ ભારતીય ક્રિકેટ ટીમનો એક ભાગ છે પણ ટીમ કોમ્બિનેશન અંતર્ગત તે પ્લેઈંગ ઈલેવનમાં રહ્યો નથી. વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરિઝમાં પણ એને રમવાનો કોઈ ચાન્સ મળ્યો નથી. પણ બોલર તરીકે આજે પણ એની ગણના બેસ્ટ બોલર તરીકે થાય છે. હાર્દિક પંડ્યા પણ એક સારો બોલર છે.
બોલર્સની ટીમમાંથી આવેલો કેપ્ટન છે. જ્યારે અમારા કોઈ પ્લાનિંગ કામ નથી કરતા એ સમયે તે પોતાના ઈનપુટ આપતો હોય છે. જ્યારે પણ કોઈના પણ નેતૃત્વની વાત સામે આવે છે ત્યારે કોઈ સંપૂર્ણ રીતે પરિવર્તન કરતા નથી. એવું થતું પણ નથી. ટીમ ઈન્ડિયામાં બોલર્સને એ તમામ ફ્રિડમ મળે છે જેની જરૂર એક બોલરને પડતી હોય છે.