- વાનખેડેમાં સન્માન સમારોહ યોજાયો હતો
- આંસુ ભરેલી આંખો સાથે ગળે લગાડ્યો
- રોહિત અને વિરાટ ભાવુક થયા
T20 વિશ્વ કપમાં ભારતની ભવ્ય જીત બાદ ટીમ ઈન્ડિયાનો વાનખેડે સ્ટેડિયમમાં સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ પ્રેક્ષકોની સામે રોહિત શર્મા વિશે એક વાત કહી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, 15 વર્ષમાં તેણે ક્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્માને આટલો ભાવુક થતાં નથી જોયો. જે રીતે T20 વર્લ્ડ કપની જીત બાદ આંસુ ભરેલી આંખો સાથે ગળે લગાડ્યો હતો.
કેપ્ટન રોહિત શર્માને આટલો ભાવુક થતાં જોયો
ખુલ્લી બસમાં વિક્ટરી પરેડ બાદ આયોજિત સન્માન સમારોહ દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું કે, 15 વર્ષમાં પહેલી વાર કેપ્ટન રોહિત શર્માને આટલો ભાવુક થતાં જોયો છે. જ્યારે અમે કેન્સિંગ્ટન ઓવલ ખાતે સીડીઓ ચઢી રહ્યા હતા ત્યારે એ રડી રહ્યો હતો અને મારી આંખોમાં પણ આંસુ હતા.
દેશ માટે ટ્રોફી લાવવા માટે સારું પ્રદર્શન કર્યું
વિરાટ કોહલી જ્યારે 21 વર્ષનો હતો ત્યારે તેણે આ મેદાન પર જ કહ્યું હતું કે મહાન ખેલાડી સચિન તેંડુલકરને પોતાના ખભા પર ઉઠાવવો એકદમ યોગ્ય છે, જેણે 21 વર્ષ સુધી ભારતીય ક્રિકેટનો બોજ ઉઠાવ્યો હતો. કોહલીએ ટ્રોફી જીત્યા બાદ ક્રિકેટના આ ટૂંકા ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. આ મેદાન પર ઉભા રહીને તેણે આશા વ્યક્ત કરી કે તેણે અને તેના કેપ્ટને 15 વર્ષ સુધી જવાબદારી નિભાવવા અને દેશ માટે ટ્રોફી લાવવા માટે સારું પ્રદર્શન કર્યું છે.
આગામી પેઢી માટે જવાબદારી લેવાનો સમય આવી ગયો છે
કોહલીએ કહ્યું,મેચ પૂરી થયા પછી, હું જાણતો હતો કે આગામી પેઢી માટે જવાબદારી લેવાનો સમય આવી ગયો છે, તે 2011માં ટીમનો સૌથી યુવા સભ્ય હતો અને તેણે સચિન તેંડુલકર, હરભજન સિંહ અને યુવરાજ સિંહને ભાવુક થતા જોયા અને કદાચ તે સમજી શક્યા નહીં કે તેઓ લાગણીશીલ હતા. પરંતુ હવે તે તેને સારી રીતે સમજી શકે છે. તેણે કહ્યું, 'હું ત્યારે સિનિયર ખેલાડીઓની લાગણીઓને સમજી શક્યો નહીં જ્યારે તેઓ રડવા લાગ્યા પરંતુ હવે હું તેમને સમજી શકું છું.'