ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી 2 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાવાની છે. ભારત અને બાંગ્લાદેશ આ સિરીઝ માટે પોતાની તાકાત બતાવવા માટે તૈયાર છે. રોહિત શર્માના નેતૃત્વમાં ઘણા ખેલાડીઓને તક આપવામાં આવી છે. જોકે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો ઈતિહાસ ઘણો જૂનો છે. 24 વર્ષ પહેલા બંને દેશો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી.


પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે રમાઈ હતી?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ મેચ ઢાકામાં 10 થી 13 નવેમ્બર વચ્ચે રમાઈ હતી. ભારતે સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં આ મેચમાં ભાગ લીધો હતો. ભારતે આ મેચ 9 વિકેટે જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 400 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતે 429 રન બનાવ્યા હતા. બીજા દાવમાં બાંગ્લાદેશ 91 રનમાં સમેટાઈ ગયું હતું. ભારતે 64 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

હેડ ટુ હેડ રેકોર્ડ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં 13 ટેસ્ટ મેચ રમાઈ છે. બાંગ્લાદેશ અત્યાર સુધી ભારત સામે એક પણ ટેસ્ટ મેચ જીતી શક્યું નથી. ભારતે કુલ 11 મેચ જીતી છે. જ્યારે 2 મેચ ડ્રો રહી છે. ભારત હજુ પણ બાંગ્લાદેશ કરતા વધુ મજબૂત ટીમ છે.

બાંગ્લાદેશનું સિરીઝમાં શાનદાર પ્રદર્શન

બાંગ્લાદેશની ટીમે તાજેતરમાં પાકિસ્તાન સામે રમાયેલી 2 ટેસ્ટ મેચની સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાનની ધરતી પર રમાયેલી સિરીઝમાં બાંગ્લાદેશે પાકિસ્તાન સામે 2-0થી હારનો સ્વાદ ચાખ્યો હતો. આવી સ્થિતિમાં ભારત સામેની આગામી ટેસ્ટ સિરીઝમાં પણ આ ટીમનું મનોબળ ઘણું ઉંચુ છે.


  • Follow us on: