ટીમ ઈન્ડિયાના અનુભવી ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહે T20 વર્લ્ડ કપ 2007માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં યુવરાજ સિંહે એક એવું કારનામું કર્યું હતું જેના કારણે તે આખી દુનિયામાં લોકપ્રિય ખેલાડી બની ગયો હતો. યુવરાજ સિંહે ઈંગ્લેન્ડના દિગ્ગજ બોલર સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં સતત 6 છગ્ગા ફટકાર્યા હતા. તેના રેકોર્ડની બરોબરી નેપાળના ક્રિકેટર દીપેન્દ્ર સિંહ એરી અને વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન કાયરન પોલાર્ડે કરી છે. પરંતુ જ્યારે યુવરાજ સિંહને પૂછવામાં આવ્યું કે કયો ભારતીય બેટ્સમેન તેનો રેકોર્ડ તોડી શકે છે તો તેને જોરદાર જવાબ આપ્યો.


આ ખેલાડી કરી શકે છે બરાબરી

જ્યારે યુવરાજ સિંહને પૂછવામાં આવ્યું કે શું ભારતીય ક્રિકેટમાં એવો કોઈ બેટ્સમેન છે જે તેના રેકોર્ડની બરાબરી કરી શકે? તો આ સવાલના જવાબમાં યુવરાજ સિંહે રિંકુ સિંહ અને યશસ્વી જયસ્વાલ જેવા વિસ્ફોટક બેટ્સમેનોને બદલે હાર્દિક પંડ્યાનું નામ લીધું અને કહ્યું કે હાર્દિક પંડ્યા તેના રેકોર્ડની બરાબરી કરી શકે છે.

 

યુવરાજ સિંહે શું કહ્યું?

યુવરાજ સિંહે મીડિયા સાથે વાત કરતા પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેને પોતાના જવાબમાં હાર્દિક પંડ્યાનું નામ લીધું. યુવરાજ સિંહના મતે, હાર્દિક પંડ્યા પાસે એટલી તાકાત અને જુસ્સો છે જે તેના રેકોર્ડની બરાબરી કરી શકે છે. હાર્દિક પંડ્યાની ટેકનિક પણ ઘણી શાનદાર છે.

અત્યાર સુધી આ બેટ્સમેને ફટકારી છે 6 સિક્સ

T20 ક્રિકેટમાં અત્યાર સુધી માત્ર યુવરાજ સિંહ, કાયરન પોલાર્ડ અને દીપેન્દ્ર સિંહ એરીએ 1 ઓવરમાં 6 સિક્સર મારવાનું કારનામું કર્યું છે. જ્યારે, હર્ષલ ગિબ્સ અને જસકરણ મલ્હોત્રાએ વનડે ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવી છે.

  • Follow us on: