T20 વર્લ્ડકપ 2024 બાદ રાહુલ દ્રવિડનો કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થયો હતો. આ પછી ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો કોચ બનાવવામાં આવ્યો હતો. ગૌતમ ગંભીરને કોચ બનાવ્યા બાદ આર અશ્વિને એક મોટી વાત કરી છે. તેણે કહ્યું છે કે રાહુલ દ્રવિડ અને ગૌતમ ગંભીર વચ્ચે કોચ તરીકે કોણ વધુ સારું છે.
આર અશ્વિને કહી આ વાત
પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતી વખતે આર અશ્વિને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરના ખૂબ વખાણ કર્યા છે. કોચ ગૌતમ ગંભીર વિશે વાત કરતાં તેણે કહ્યું, “મને લાગે છે કે ગૌતમ ગંભીર ખૂબ જ રિલેક્સ છે. હું તેમને રિલેક્સ રેન્ચોકહેવાનું પસંદ કરું છું. તેઓ કોઈ દબાણ અનુભવતા નથી. જ્યારે આખી ટીમ સવારે સાથે હોય છે, ત્યારે તે વધુ ઠંડો રહે છે. તેઓ કહે છે કે તમે આવી રહ્યા છો, કૃપા કરીને આવો. ગૌતમ ગંભીર વિશે તેણે વધુમાં કહ્યું કે, “ગૌતમ ગંભીરને અમારી પાસેથી કોઈ અપેક્ષા નથી. તે ખેલાડીઓ સાથે ખૂબ જ આરામદાયક છે. તે ખેલાડીઓમાં લોકપ્રિય છે. તે દરેકના દિલ જીતી લેશે. મને લાગે છે કે ખેલાડીઓ તેને પ્રેમ કરશે.
રાહુલ દ્રવિડ અંગે શું કહ્યું
રાહુલ દ્રવિડ વિશે વાત કરતી વખતે તેણે કહ્યું, 'જો આપણે રાહુલ ભાઈ વિશે વાત કરીએ તો, અમારા આવતાની સાથે જ તેઓ બધું વ્યવસ્થિત કરવા માંગતા હતા.તેમને પાણીની બોટલ પણ તેની જગ્યા જોવા માગતા હતા. તે ખૂબ સંયમિત છે. તેઓ દરેક વસ્તુ ક્રમમાં કરે છે.
રાહુલ દ્રવિડની જગ્યાએ કોચ બન્યા
ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ જૂનમાં T20 વર્લ્ડકપ બાદ સમાપ્ત થઈ ગયો હતો. આ પછી તેની જગ્યાએ ગૌતમ ગંભીરને ટીમનો હેડ કોચ બનાવવામાં આવ્યા હતા. તેણે જુલાઈ-ઓગસ્ટમાં શ્રીલંકા પ્રવાસમાં મર્યાદિત ઓવરોની સિરીઝ દરમિયાન ભારતીય ટીમની કમાન સંભાળી હતી. તેણે ટેસ્ટ ફોર્મેટમાં જીત સાથે પોતાના કાર્યકાળની શરૂઆત કરી છે.