- જાસ્મીન વાલિયા અને હાર્દિક પંડ્યા સાથે ડેટિંગની અફવાઓ તેજ
- નતાશા સાથે છૂટાછેડા બાદ હાર્દિક ગ્રીસમાં રજાઓ ગાળી રહ્યો છે
- સમાચારો અનુસાર જાસ્મીન સાથે સમય વિતાવી રહ્યો છે હાર્દિક
બ્રિટિશ સિંગર અને સોશિયલ મીડિયા સ્ટાર જાસ્મીન વાલિયા ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે ડેટિંગ કરી રહી હોવાના સમાચાર જોર પકડી રહ્યા છે. નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા બાદ હાર્દિક પંડ્યા ગ્રીસમાં જાસ્મીન વાલિયા સાથે સમય વિતાવી રહ્યો છે. ચાહકોએ તેમના ઇન્સ્ટાગ્રામ ફોટા અને વીડિયોમાં સમાન બેકગ્રાઉન્ડ પરથી આ અનુમાન લગાવ્યું છે.
ઇન્સ્ટા પોસ્ટ પરથી સમાચારોએ પકડ્યૂ જોર
હાર્દિક અને જાસ્મીનની નિકટતા બંનેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પરની પ્રતિક્રિયા પરથી પણ જોઈ શકાય છે. હાર્દિક પંડ્યાએ જાસ્મીન વાલિયાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા ફોટાને લાઈક કર્યા છે. આ દરમિયાન જાસ્મીન વાલિયાએ ગ્રીસમાં પૂલ પાસે હાર્દિક પંડ્યાનો વીડિયો લાઈક કર્યો હતો. ત્યારથી બંને વચ્ચે ડેટિંગની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. જો ચાહકો જાસ્મીન વાલિયા વિશે જાણવા ઉત્સુક છે, તો ચાલો તમને બ્રિટિશ સિંગર વિશે મહત્વપૂર્ણ વાતો જણાવીએ.
આ રીતે જાસ્મીનને લોકપ્રિયતા મળી
જાસ્મીન વાલિયાનો જન્મ ઈંગ્લેન્ડના એસેક્સમાં થયો હતો. તેના માતા-પિતા ભારતીય મૂળના છે. જાસ્મીનને સૌપ્રથમ બ્રિટિશ રિયાલિટી ટીવી શ્રેણી, ધ ઓન્લી વે ઈઝ એસેક્સ (TOWIE) દ્વારા લોકોમાં ઓળખ મળી. તેણે 2010 માં શોમાં એક એક્સ્ટ્રા તરીકે શરૂઆત કરી હતી, પરંતુ ટૂંક સમયમાં જ તેની છાપ છોડી દીધી અને 2012 માં તે સંપૂર્ણ કાસ્ટ સભ્ય બની ગઇ હતી.
અહીંથી જસ્મીન વાલિયાએ લોકપ્રિયતા મેળવી અને મનોરંજન ઉદ્યોગમાં પોતાની ઓળખ ઉભી કરી. તેણીએ ગીતોની દુનિયામાં પ્રવેશ કર્યો અને ત્યાં પણ તે હિટ બની. 2014 માં, જાસ્મીને તેણીની YouTube ચેનલ શરૂ કરી, જ્યાં તેણે પ્રખ્યાત ગીતો પર તેના અવાજનો જાદુ ફેલાવ્યો અને પીઢ ગાયકો સાથે મળીને ગીતો ગાયાં.
જાસ્મીન ઈન્ટરનેશનલ લેવલ પર હિટ થઇ
જાસ્મીન વાલિયાએ 2017માં જેક નાઈટ સાથે બોમ ડિગી ગીત રિલીઝ કર્યું, જે ખૂબ જ સફળ બન્યું. આ ગીતની લોકપ્રિયતા બોલિવૂડમાં પણ જોવા મળી હતી, જ્યારે જેક નાઈટે તેને ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટીમાં ગાયું હતું. જાસ્મીન વાલિયાએ બિગ બોસ 13ના ફાઇનલિસ્ટ અસીમ રિયાઝ સાથે 2022માં નાઇટ્સ એન્ડ ફાઇટ્સ નામના મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું હતું. આ બંનેની જોડીની ખૂબ પ્રશંસા થઈ હતી અને આ વીડિયોને ઈન્ટરનેશનલ લેવલ પર ઓળખ મળી હતી. ટાઇમ્સ સ્ક્વેર બિલબોર્ડ પર આ જોવા મળ્યું હતું.
સોશિયલ મીડિયા સ્ટાર
જાસ્મીન વાલિયાની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 6.4 લાખથી વધુ ફોલોઅર્સ છે. લગભગ 5.7 લાખ યુટ્યુબ સબસ્ક્રાઇબર્સ છે. જાસ્મીન વાલિયા તેના શાનદાર સંગીત, બોલ્ડ ફેશન સ્ટાઈલ અને બિકીની ફોટોના કારણે સોશિયલ મીડિયા સ્ટાર તરીકે ઓળખાય છે. તે સૌથી લોકપ્રિય ઇન્ફ્લુએન્સરોમાંની એક છે.