- વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત
- તનવીર સંઘાને મળ્યું ટીમમાં સ્થાન
- તનવીર નથી રમ્યો એક પણ ઈન્ટરનેશનલ મેચ
વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ખેલાડીઓના નામની જાહેરાત થઈ છે. આ ટીમમાં યુવા લેગ સ્પિનર તનવીર સંઘાને ટીમમાં સ્થાન મળ્યું છે, પરંતુ તનવીર સંઘા કોણ છે? આ ખેલાડીનું કરિયર કેવું રહ્યું છે? અને તનવીર સંઘાનો ભારત સાથે શું સંબંધ છે? કારણ કે, અત્યારે સોશિયલ મીડિયા પર તનવીર સંઘા ચર્ચાનો વિષય બન્યા છે. સોશિયલ મીડિયા પર ક્રિકેટ ફેન્સ તનવીર સંઘા અંગે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આજે અમે તમને જણાવશું કે, તનવીર સંઘા કોણ છે અને ભારત સાથે તેના શું સંબંધ છે?
તનવીર સંઘાનો ભારત સાથે શું સંબંધ છે?
તનવીર સંઘા લેગ સ્પિનર છે. આ ખેલાડીનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો છે. જો કે, તનવીર સંઘાના પિતાનો જન્મ ભારતમાં થયો હતો. તનવીર સંઘા આજ સુધી એક પણ ઈન્ટરનેશન મેચ રમ્યા નથી, પરંતુ આમ છતાં તેની વર્લ્ડકપ 2023 માટે પસંદગી થઈ છે.
અત્યાર સુધી કેવું રહ્યું તનવીરનું કરિયર?
તનવીર સંઘાના કરિયર પર નજર કરીએ તો, આ ખેલાડીએ પોતાનું બિગ બેશ ડેબ્યૂ 2020માં કર્યું હતું. આ સમયે તનવીર સંઘાની ઊંમર 21 વર્ષ હતી, પરંતુ અત્યારે તનવીરની કોઈ પણ ઈનરનેશનલ મેચના અનુભવ વિના વર્લ્ડકપ ટીમમાં પસંદગી થઈ છે. આ ખેલાડી અંગે કહેવામાં આવે છે કે, તે ખુબ પ્રભાવશાળી છે. તનવીર ભારતીય પિચ પર ઓસ્ટ્રેલિયા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. જો કે, હવે એ જોવાનું રહ્યું કે, વર્લ્ડકપમાં તનવીરનું પ્રદર્શન કેવું રહેશે?