• બીજી મેચ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે
  • ભારતની નજર સેમીફાઈનલમાં પ્રવેશ કરવાની હશે
  • સેમીફાઇનલમાં પહોંચવા માટે પ્રયાસ કરશે

કેન વિલિયમસનની આગેવાની હેઠળની ન્યુઝીલેન્ડ અને જોસ બટલરની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડ સેમીફાઈનલમાં પ્રવેશી ચૂકી છે. હવે બાકીની બે ટીમો રવિવારે ગ્રુપ-2માંથી નક્કી થશે. સુપર સન્ડે પર કુલ ત્રણ મેચો રમાશે અને દરેક મેચ રોમાંચથી ભરેલી હશે. 6માંથી ચાર ટીમો ગ્રુપ 2માંથી સેમિફાઇનલમાં પહોંચવાની દાવેદાર છે.ભારત, પાકિસ્તાન સહિત દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ રવિવારે સેમિફાઇનલમાં પહોંચવા માટે પ્રયાસ કરશે.

નેધરલેન્ડ સામેની જીત સાથે સેમીફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની જશે

સુપર સન્ડેની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે એડિલેડ ઓવલ ખાતે સવારે 5.30 વાગ્યાથી રમાશે. દક્ષિણ આફ્રિકાની નજર આ ટીમ સામે જીત નોંધાવીને સેમિફાઇનલમાં પ્રવેશવા પર હશે. નેધરલેન્ડ સામેની જીત સાથે, દક્ષિણ આફ્રિકા ગ્રુપ 2 માંથી સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની જશે. બીજી બાજુ, જો નેધરલેન્ડ મોટો અપસેટ કરવામાં સફળ થશે તો T20 વર્લ્ડ કપમાં આ બંને ટીમોની સફર પૂરી થઈ જશે.

બીજી મેંચ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે

સુપર સન્ડેની બીજી મેચ પણ આ જ મેદાન પર પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. સેમી-ફાઈલની આશાઓને વધુ થોડા કલાકો સુધી જીવંત રાખવા માટે બંને ટીમો અહીં જીત નોંધાવવા માટે પ્રયત્ન કરશે. અહીંથી પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં માત્ર એક જ ટીમ 6 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. મેચ જીત્યા બાદ પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશનું સેમિફાઈનલમાં પહોંચવું અન્ય ટીમો પર નિર્ભર રહેશે.

ભારતની નજર સેમીફાઈનલમાં પ્રવેશ કરવાની હશે

સુપર સન્ડેની ત્રીજી અને અંતિમ મેચ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મેલબોર્નમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર પાકિસ્તાનને હરાવીને જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી. આવી સ્થિતિમાં રોહિત એન્ડ કંપનીની નજર સુપર-12ને જીત સાથે સમાપ્ત કરવા પર રહેશે. જો ભારત ઝિમ્બાબ્વેને હરાવવામાં સફળ થાય છે, તો તે સીધું જ સેમિફાઈનલમાં પ્રવેશ કરશે, જ્યારે ટીમ ઈન્ડિયા હારશે તો પ્રથમ બે મેચના પરિણામોના આધારે જ ક્વોલિફાય થઈ શકશે.


  • Follow us on: