• MIએ IPL 2024 માં તેમની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ (GT) સામે રમી
  • તિલક વર્માએ રાશિદ ખાન સામે ટિમ ડેવિડને સિંગલ લેવાનો ઈન્કાર કર્યો
  • હાર્દિક પંડ્યાએ તિલક વર્માને એક રન ન લેવા બદલ સમર્થન આપ્યું

મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ IPL 2024 માં તેમની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ (GT) સામે 24 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમી હતી, જ્યાં તેઓ 6 રનથી હારી ગયા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે મુંબઈએ એવી ભૂલ કરી જેના કારણે તેણે મેચ ગુમાવવી પડી. વાસ્તવમાં મુંબઈના તિલક વર્માએ રાશિદ ખાન સામે ટિમ ડેવિડને સિંગલ લેવાનો ઈન્કાર કરી દીધો હતો.

તિલક વર્માએ સિંગલથી કર્યો ઇનકાર

ઇનિંગ્સની 17મી ઓવરમાં, તિલકએ ટિમ ડેવિડને સિંગલ લેવાનો ઇનકાર કર્યો હતો. રાશિદ ખાન આ ઓવર ફેંકી રહ્યો હતો, જે તેના ક્વોટાની છેલ્લી ઓવર હતી. ઓવરની શરૂઆતમાં ટિમ ડેવિડ સ્ટ્રાઈક પર હતો અને તેણે બીજા બોલ પર રન લીધો અને હવે તિલક વર્મા સ્ટ્રાઈક પર હતો. તિલકે ઓવરનો ત્રીજો બોલ શોટ માર્યો પરંતુ રન કરવાનો ઇનકાર કર્યો. મુંબઈ ઈન્ડિયન્સે 17મી ઓવરમાં માત્ર 3 રન બનાવ્યા હતા, જ્યારે તેને જીતવા માટે 39 રનની જરૂર હતી.

હાર્દિક પંડ્યાએ આપ્યું સમર્થન

હવે મુંબઈના સુકાની હાર્દિક પંડ્યાએ તિલક વર્માને એક રન ન લેવા બદલ સમર્થન આપ્યું છે. આ દિવસ એવા દિવસોમાંનો એક હતો જ્યાં અમે પાંચ ઓવરથી થોડો ઓછો સ્કોર જોયો, મને લાગે છે કે ત્યાં અમે ગતિ ગુમાવી દીધી. તિલકને લાગ્યું કે રાશિદ ખાન સામે પોતે રમે તે વધુ સારું રહેશે, હું તેને સંપૂર્ણ રીતે સમર્થન આપું છું, કોઈ વાંધો નથી, હજુ 13 મેચ બાકી છે."

મુંબઈ 5 ઓવરમાં 43 રન બનાવી શક્યું ન હતું

169 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈને છેલ્લી પાંચ ઓવરમાં જીત માટે 43 રનની જરૂર હતી. ટીમે 16મી ઓવરમાં 1 વિકેટ ગુમાવીને માત્ર 4 રન બનાવ્યા હતા. ત્યારબાદ 17મી ઓવરમાં મુંબઈના બેટ્સમેનો માત્ર 3 રન જ બનાવી શક્યા હતા. આ પછી ટીમે 18મી ઓવરમાં 9 રન બનાવ્યા હતા, પરંતુ 1 વિકેટના નુકસાન પર. ત્યારબાદ 19મી ઓવરમાં ટીમે 2 વિકેટ ગુમાવીને માત્ર 8 રન બનાવ્યા હતા. હવે છેલ્લી ઓવરમાં જીતવા માટે 19 રનની જરૂર હતી અને મુંબઈ માત્ર 12 રન બનાવી શકી અને તે 6 રનથી મેચ હારી ગઈ.

  • Follow us on: